મંદિર જેવા ધર્મસ્થાને સ્ત્રીઓ શ્રીફળ વધેરતી નથી, તેનુ કારણ જાણી તમે આશ્રય પામશો…
નારિયેળને હિન્દુ ધર્મમાં એક શુભ ફળ તરીકે ઓળખવામાં આવે છે, સામાન્ય રીતે જયારે કોઈ પણ જગ્યાએ ખાતમૂર્ત કરીએ ત્યારે નારીયેલ વધેરવામાં આવે છે.
નારિયેળ ને શ્રી ફળ તરીકે પણ ઓળખાઈ છે. એક માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુએ જયારે ધરતી પર જન્મ લીધો ત્યારે તેની સાથે ત્રણ વસ્તુ -લક્ષ્મી, નારિયેળનું વ્રુક્ષ અને કામધેનું લાવ્યા તેથી નારિયેળને શ્રી ફળ કહેવામાં આવે છે.
શ્રી નો અર્થ છે લક્ષ્મી મતલબ નારિયેળ એ વિષ્ણુનું ફળ. નારિયેળમાં ત્રણેય દેવો અર્થાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નો વાસ હોઈ એવું માનવામાં આવે છે.
શ્રીફળ ભગવાન શિવનું અતિ પ્રિય ફળ છે. માન્યતા અનુસાર નારિયેળમાં બનેલ ત્રણ આંખોને ત્રિનેત્ર ના રૂપમાં જોવામાં આવે છે. શ્રીફળ ખાવાથી શારીરિક નબળાઈ દુર થાય છે.
ઇષ્ટને નારિયેળ ચડાવવાથી સંબંધી સમસ્યા દુર થાય છે. ભારતીય પૂજન વિધિમાં નારિયેળ એટલે કે, શ્રીફળ ને મહત્વનું સ્થાન છે.
કોઈ પણ ભગવાનની પૂજા અર્ચના નારિયેળ વગર અધુરી માનવામાં આવે છે. એ પણ એક રહસ્ય છે કે મહિલાઓ નારિયેળ નથી વધેરતી. શ્રીફળ એક બીજ રૂપ છે. તેથી તેને ઉત્પાદન નું કારણ માનવામાં આવે છે.
શ્રી ફળને પ્રજનન ક્ષમતા સાથે જોડવામાં આવ્યું છે. સ્ત્રીઓ બીજ રુપીજ બાળકને જન્મ આપે છે તેથી સ્ત્રીઓ માટે બીજ રૂપી નારિયેળ ફોડવાનું અશુભ માનવામાં આવે છે.
દેવી-દેવતાઓને શ્રી ફળ ચડાવ્યા પછી પુરુષ જ નારિયેળ વધેરે છે. શનિથી શાંતિ મેળવવા નારિયેળનું પાણી શિવલિંગ પર રુદ્રભીષેક કરવાનું શાસ્ત્રી વિધાન છે.
ભારતીય વૈદ્ય પરંપરા અનુશાર શ્રીફળ શુભ, સમૃધી, સન્માન, ઉન્નતી અને સૌભાગ્ય નું સૂચક માનવામાં આવે છે. કોઈનું સન્માન કરવામાં આવે ત્યારે તેમને શ્રીફળ પણ ભેટમાં આપવામાં આવે છે.
ભારતીય સામાજિક રીતી-રીવાજો માં પણ સુભ કાર્યમાં નારીયેર આપવાની પરંપરા યુગો થી ચાલી આવે છે.
લગ્ન નક્કી કરતી વખતે મતલબ ચાંદલો કે સગાઇ વખતે પણ નારિયેળ આપવામાં આવે છે. વિદાય સમયે પણ નારિયેળ આપવામાં આવે છે.
અને અંતિમ સંસ્કાર વખતે પણ ચિતા સાથે નારિયેળ સળગાવવામાં આવે છે, જયારે વૈધ્યના કર્મકાંડ માં સુકા નારિયેળ નો હવન કરવામાં આવે છે.
શ્રીફળ ઉર્જાથી ભરપુર હોઈ છે. તે ઠંડક પણ આપે છે. તેમાં અનેક પોષક તત્વો હોઈ છે. સુતી વખતે નારિયલ પાણી પીવાથી નાડી સંસ્થાન મજબુત બને છે અને નીંદર સારી આવે છે.
નારિયેળના પાણીમાં પોટેશિયમ અને ક્લોરીન હોઈ છે જે માં ના દૂધ સમાન હોઈ છે. જે બાળકોને દૂધ ના પચતું હોઈ તેને દૂધ સાથે નારિયેળ પાણી ભેળવીને પાવું જોઈએ.
ડી-હાઇડ્રેશન હોઈ તો નારિયેળના પાણીમાં લીંબુ મેળવીને પીવામાં છે. તેની મલાઈ ખાવાથી કામ શક્તિ વધે છે.
સાકર સાથે ખાવાથી ગર્ભવતી સ્ત્રીની શારીરિક નબળાઈ દુર થઇ જાય છે તથા બાળક સુંદર થાય છે