સ્ત્રી હોય કે પુરુષ જો કરશો આ 5 કામ તો વધશે ગરીબી, લક્ષ્મીજી નહી આપે સાથ….
અશુભ કામ કરવાથી દુર્ભાગ્ય આવે છે અને જીવનમાં પરેશાનીઓનું આગમન થાય છે. ગરુડ પુરાણમાં કેટલાંક એવા કામ જણાવવામાં આવ્યાં છે જેના કારણે મહાલક્ષ્મી તેમનો સાથ છોડી શકે છે. મહાલક્ષ્મની કૃપા વિના વ્યક્તિ ગરીબીનો સામનો કરે છે. અહીં જાણો ગરુડપુરાણની નિતીઓ
પ્રથમ નીતિ
જે વ્યક્તિ પોતાના પગ સ્વચ્છ નથી રાખતી, જેના દાંત ગંદા રહે છે, તે દેલી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત નથી કરી શકતી. દરેક વ્યક્તિએ હંમેશા પોતાના દાંત અને પગ સ્વચ્છ રાખવા જોઇએ.
બીજી નીતિ
જે વ્ય્કિતના વાળ સ્વચ્છ ન હોય, જે સ્વચ્છ વસ્ત્ર ધારણ ન કરતાં હોય તેને મહાલક્ષ્મી ત્યાગી દે છે.
ત્રીજી નીતિ
જે વ્યક્તિ દિવસે અથવા સંધ્યાકાળ દરમિયાન અકારણ સૂવે તેના પર દેવી લક્ષ્મીની કૃપા નથી રહેતી. સવાર સૂર્યોદય બાદ ઉઠવું પણ યોગ્ય નથી.
ચોથી નીતિ
ક્યારેય પીરસવામાં આવેલા ભોજનનુ અપમાન ન કરવું જોઇએ. અન્નનું અપમાન કરવાથી માતા અન્નપૂર્ણા નારાજ થઇ જાય છે. સાથે જ દેવી લક્ષ્મી પણ આવા વ્યક્તિનો સાથ છોડી દે છે.
પાંચમી નીતિ
જે વ્યક્તિ ભૂખ કરતાં વધુ ભોજન કરે છે, થાળીમાં ભોજન અધૂરુ છોડે છે, કઠોર વચન બોલે છે, વડીલોનું અપમાન કરે છે. તેના પર ક્યારેય મા લક્ષ્મીની કૃપા નથી રહેતી.