બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપુર નો આ મેરેજ લુક થયો વાયરલ, તેના આ સુંદર ફોટા જોઇને લોકો બોલ્યા કે….
અભિનેત્રી શ્રદ્ધા કપૂર છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર સતત હેડલાઇન્સમાં છે. તાજેતરમાં શ્રદ્ધાએ તેનો 34 મો જન્મદિવસ ઉજવ્યો છે અને હાલમાં તે તેના ભાઈ પ્રિયાંક શર્માના લગ્નને એન્જોય કરી રહી છે. આ લગ્ન માટે શ્રદ્ધા માલદીવ ગઈ છે. અહીંથી તેની ઘણી તસવીરો અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.
શ્રદ્ધા વાયરલ તસવીરો અને વીડિયોમાં જુદા જુદા લૂકમાં જોવા મળી રહી છે. શ્રદ્ધાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો તેની તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પર ખૂબ કમેંટ્સ પણ આવી રહી છે. ક્યારેક શ્રદ્ધા ડાંસ કરતા જોવા મળે છે, તો ક્યારેક તે સેહરા પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.
જણાવી દઈએ કે, પ્રિયાંક શર્મા પોતાના સમયની જાણીતી અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેનો પુત્ર છે. પદ્મિની કોલ્હાપુરે રિલેશનશિપમાં શ્રદ્ધા કપૂરની માસી છે.
પ્રિયાંક શર્માના લગન માલદીવમાં શાજા મોરાની સાથે થઈ રહ્યા છે. શ્રદ્ધા તેના ભાઈના લગ્નમાં ચંદ્ર જેવી લાગી રહી છે. આ લગ્નમાં દરેકની નજર તેમના પર ટકી રહી છે. ઘણી તસવીરો અને વીડિયોમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.
શ્રદ્ધા કપૂર પાઘડી પહેરીને ઢોલ પર ડાંસ કરી રહી છે, તો ક્યારેક તે હાથમાં છત્રી લઈને કમર હલાવી રહી છે. સાથે જ તે પોતાને તડકાથી બચાવવાનું કામ પણ કરી રહી છે. સાથે જ દુલ્હો બનેલા પ્રિયાંક પણ આ દરમિયાન ડાન્સ કરતા જોઇ શકાય છે.
જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર સાથે આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલે પણ જોવા મળી છે. જણાવી દઈએ કે રિલેશનશિપમાં શ્રદ્ધા પણ આશા ભોંસલેની પૌત્રી છે.
માલદીવમાં સેલિબ્રેટ કર્યો હતો જન્મદિવસ: 3 માર્ચના રોજ શ્રદ્ધા કપૂરનો 34 મો જન્મદિવસ હતો. આ સમય દરમિયાન શ્રદ્ધા માલદીવમાં હતી અને તેણે તેના જન્મદિવસની કેક પણ માલદીવમાં જ કાપી હતી.
તેમના જન્મદિવસના સેલિબ્રેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પરિવારના સભ્યો સાથે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો.
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો શ્રદ્ધા કપૂરે વર્ષ 2010 આવેલી ફિલ્મ ‘તીન પત્તી’ થી પોતાની ફિલ્મી કારકીર્દિની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેણે અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. શ્રદ્ધાને મોટી ઓળખ વર્ષ 2013 માં આવેલી ફિલ્મ આશિકી 2 થી મળી હતી.
આ ફિલ્મ 100 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરીને સુપરહિટ સાબિત થઈ હતી. તેની આગામી ફિલ્મ ‘સાઇના’ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જે બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલના જીવન પર આધારિત હશે