બોલીવુડ અભીનેત્રી શિલ્પા શેટ્ટીની નાની બહેન શમિતા શેટ્ટી 42 વર્ષની થઇ હોવા છતા છે કુવારી, જાણો શુ છે કારણ ??

શિલ્પા શેટ્ટી કુંદ્રા હાલમાં બોલિવૂડથી બ્રેક લઈને પોતાની પર્સનલ લાઈફને એન્જોય કરી રહી છે. શિલ્પાએ બિઝનેસમેન રાઝ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. તે રાઝ કુંદ્રાની બીજી પત્ની છે. શિલ્પા પોતાના પતિ સાથે ખૂબ જ સુંદર વિવાહિત જીવનનો આનંદ લઈ રહી છે. શિલ્પાને બે બાળકો પણ છે.

બીજી તરફ શિલ્પા શેટ્ટીની નાની બહેન શમિતા શેટ્ટી 42 વર્ષની હોવા છતા પણ અપરિણીત છે. શમિતાએ ‘ઝહર’ અને ‘મોહબ્બતેં’ ફિલ્મોથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી હતી.

એક ઇન્ટરવ્યુ દરમિયાન શમિતાએ તેની પર્સનલ લાઈફ વિશે ઘણા મોટા ખુલાસા કર્યા હતા. શમિતાએ આ દરમિયાન તેની પર્સનલ લાઈફ વિશે ઘણા રહસ્યો જાહેર કર્યા હતા. શમિતાએ કહ્યું કે તે લગ્ન કરવા ઈચ્છે છે પરંતુ તેમના રસ્તામાં ઘણી સમસ્યાઓ આવી રહી છે.

અભિનેત્રી કહે છે, “હું લગ્ન જીવન જીવવા ઈચ્છું છું પરંતુ મને ખબર નથી કે મારો દુલ્હો ક્યા છે?” દુલ્હો ક્યાંક બીજે છે અને મારે તેને શોધવો પડશે.

શમિતાના કહેવા અનુસાર તે પોતાના દિલની વાત કોઈથી છુપાવતી નથી, તેથી તેને હંમેશાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સમાજમાં અને લગ્નમાં જે બની રહ્યું છે તે ખૂબ જ ડરામણું છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે મને પ્રેમમાં પૂરો વિશ્વાસ છે.’

અભિનેત્રી શમિતાએ આ ઇન્ટરવ્યુમાં આગળ કહ્યું હતું કે, “જો હું કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરું છું તો હું ઈચ્છિશ કે તેની સાથે મારી આખી જિંદગી પસાર કરી શકું.” જોકે આ વાતનો પણ કંઈ વિશ્વાસ કરી શકાતો નથી.

જીવનમાં અત્યાર સુધીમાં મારી મુલાકાત એવી કોઈ વ્યક્તિ સાથે નથી થઈ, કે જેની સાથે હું મારું જીવન પસાર કરવાનો નિર્ણય કરી શકું.” આની સાથે તેમણે એ હકીકતને પણ સ્વીકારી છે કે તે સાચા પ્રેમની શોધમાં છે.

શમિતાએ ફિલ્મોમાં પોતાની ફ્લોપ કારકિર્દી વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે તેને આ વાતનો ખૂબ જ અફસોસ છે કે તેણે સારી એન્ટ્રી પછી પણ ખોટી ફિલ્મો પસંદ કરી. અને નોંધપાત્ર વાત એ છે કે તેની ફ્લોપ રહેલી કારકિર્દી પછી, તે તેનાની પર્સનલ લાઈફમાં ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધવા ઈચ્છે છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી શમિતાએ તાજેતરમાં પોતાનો 42 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર આવી હતી.

શમિતા શેટ્ટીની કારકિર્દી પર નજર નાખીએ તો તેણે ફિલ્મોની સાથે ઘણા રિયાલિટી શોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. તે ‘ઝલક દિખલા જા સીઝન 8’ અને ‘બિગ બોસ’માં પણ જોવા મળી છે.

આ શો ઉપરાંત તે ‘ફિયર ફેક્ટર: ખતરો કે ખિલાડી સીઝન 9’ માં પણ જોવા મળી હતી. અહીં તે ફાઇનલ સુધી પહોંચી હતી.

શમિતા શેટ્ટીએ ઘણી બ્રાંડસ પણ એંડોર્સ કરી છે અને હાલમાં તે તેની ઈંટીરિયર ડિઝાઇનિંગ કારકિર્દી પર ધ્યાન આપી રહી છે. શમિતા તાજેતરમાં જ ‘જી5’ વેબ સિરીઝ ‘બ્લેક વિન્ડોઝ’ માં જોવા મળી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *