જો શનિવારે સવારે તમારી નજર સામે આ 3 આવે તો છે તમારુ નસીબ ચમકવાના એંધાણ….

શનિવાર શુભ છે કે અશુભ વગેરે સવાલોને કારણએ અનેક લોકોમાં ડર અને ભ્રમ હોય છે. ઘણા લોકો શનિદેવથી ડરે છે તો ઘણા તેમની પૂજા કરીને મનવાછિંત ફળ મેળવે છે. શનિદેવનો વાર શનિવાર પણ આવા ફળ આપનારો છે. જો આ દિવસે 3 સંકેતો મળે તો સોનામાં સુગંધ ભળે છે.

શનિદેવ જ્યારે કૃપા કરે છે તે પહેલા તમને સામે સંકેત મોકલે છે. આપણે અજાણતામાં તેને ઓળખી નથી શકતા. જો શનિવારે સવારે તમારી નજર સામે આ 3 આવે તો તમારુ નસીબ ચમકવાના એંધાણ છે.

ભિખારી
જો શનિવારે સવારે કોઈ ભિક્ષુક કે નિર્ધન માણસ તમારી સામે કે ઘર પાસે આવે આવે તો તે ખુબ જ શુભ સંકેત છે. આવા સમયે તેની સાથે ગેરવર્તન કરવાને બદલે જો યથાયોગ્ય દાન આપવામાં આવે તો શનિ મહારાજની કૃપા વરસે છે.

સફાઈ કર્મચારી
શનિવારની સવારે સફાઈ કર્મચારી નજરે ચડે અથવા તો કોઈ વ્યક્તિ સફાઇ કરતું નજરે પડે તો ખુબ સારા સંકેત છે તેમ માનવું. જો આ સફાઇકર્મીને કપડા કે રૂપિયાનું દાન કરવામાં આવે તો પણ શનિ મહારાજ પ્રસન્ન થાય છે.

કાળા શ્વાન
કાળા શ્વાનને શનિદેવનું વાહન ગણવામાં આવે છે. શનિવારના દિવસે ઘરથી બહાર નિકળતી સમયે જો કાળો શ્વાન દેખાય તો સમજી લેવું કે તમારા નિર્ધારિત કરેલા કામે થવા જઈ રહ્યા છે અને શનિ મહારાજની કૃપા આપને સાથે છે. જો આ શ્વાનને રોટલી ખવડાવશો તો પ્રસન્નતા ફળદાયી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *