
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના દબંગ ખાન એટલે કે સલમાન ખાન તેની ફિલ્મો અને એક્ટિંગને કારણે ચાહકોમાં સૌથી વધુ લોકપ્રિય છે. સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક એવો અભિનેતા છે જેણે એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મો આપી છે, પરંતુ તે તેની ફિલ્મો કરતા વધારે તેના સારા કામોને કારણે હેડલાઇન્સમાં છે. જો ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કોઈને પણ તકલીફ હોય છે તો સલમાન ખાન તેની મદદ માટે તરત આવી જાય છે. સલમાન ખાનની ઉદારતા અને તેમના સારા કાર્યો જ ચાહકોને ખૂબ પ્રભાવિત કરે છે. ફિલ્મોની સાથે સલમાન તેના સારા કામોને કારણે ચાહકોના દિલ પર રાજ કરે છે.
ભલે સલમાન ખાનની ઈમેજ નેગેટિવ છે પરંતુ તેની અંદર ઘણી ખૂબિઓ ભરેલી છે. સલમાન ખાન હંમેશાથી જરૂરીયાતમંદ લોકોની મદદ કરતો રહ્યો છે. સલમાન ખાને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા નવા ચહેરાને લોન્ચ પણ કર્યા છે. આટલું જ નહીં પરંતુ સલમાન ખાને ઘણા બોલિવૂડ સ્ટાર્સની ડૂબતી કારકિર્દીને પણ સાથ આપ્યો છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા એવા જ સ્ટાર્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમની ડૂબતી કારકિર્દીને સલમાન ખાને સાથ આપીને એક નવું જીવનદાન આપ્યું છે. તો ચાલો જાણીએ કે આ લિસ્ટમાં કોનું નામ શામેલ છે.
બોબી દેઓલ:
આપણે બધા જાણીએ છીએ કે બોબી દેઓલ ઘણા લાંબા સમય સુધી પડદાથી દૂર રહ્યા છે, જેના કારણે લોકો ધીમે ધીમે તેને ભૂલી જવા લાગ્યા હતા. જોકે અભિનેતા બોબી દેઓલ આજકાલ તેની વેબ સીરીઝ “આશ્રમ” માટે ચર્ચામાં છે. જ્યારે બોબી દેઓલની કારકિર્દી ડૂબી રહી હતી ત્યારે સલમાન ખાને તેની મદદ કરી હતી. તમને જણાવી દઈએ કે સલમાને તેમને ફિલ્મ ‘રેસ 3’ માં કામ આપ્યું હતું, ત્યાર પછીથી બોબી દેઓલની ફિલ્મ કારકીર્દિની ગાડી તેજ બની ગઈ.
ગોવિંદા:
ફિલ્મ ઈંડસ્ટ્રીના હીરો નંબર 1 એટલે કે ગોવિંદાને કોણ નથી જાણતું. ગોવિંદા 90 ના દાયકાના સુપરહિટ અભિનેતા રહી ચૂક્યા છે. ગોવિંદાએ તેની ફિલ્મી કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે પરંતુ છતાં પણ ગોવિંદાને ખૂબ જ ખરાબ તબક્કો જોવો પડ્યો હતો. જણાવી દઈએ કે ગોવિંદા લગભગ 4 વર્ષ સુધી કામ વગર ઘરે ખાલી બેઠા હતા. જ્યારે ગોવિંદાની ફિલ્મી કારકિર્દી સતત ડૂબી રહી રહી, ત્યારે સલમાન ખાન તેની મદદે આવ્યો. ફિલ્મ “પાર્ટનર” માં સલમાન ખાને ગોવિંદાને સુંદર ભૂમિકા આપી હતી. અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે સલમાને તે દરમિયાન ગોવિંદાને આર્થિક મદદ પણ કરી હતી.
સુનીલ શેટ્ટી:
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સુનીલ શેટ્ટીનું નામ જાણીતા અભિનેતામાં શામેલ છે. તેની ફિલ્મી કારકીર્દિ પણ ઘણી સારી રહી છે, પરંતુ કેટલીક ફિલ્મોના કારણે સુનીલ શેટ્ટીની કારકીર્દિની ચમક ખોવાઈ ગઈ. આવી સ્થિતિમાં સલમાન ખાને તેની મદદ કરી હતી. સલમાને સુનીલ શેટ્ટીને તેની ફિલ્મ ‘જય હો’ માં કામ કરવાની તક આપી હતી.
કેટરિના કૈફ:
ફિલ્મ ‘બૂમ’ થી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી કેટરીના કૈફની કારકિર્દીને સલમાન ખાને આગળ વધારી હતી. ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ માં સલમાન ખાન સાથે કેટરિના કેફે કામ કર્યું અને આ ફિલ્મમાં તેના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ પણ કર્યું હતું.
અશ્મિત પટેલ:
અભિનેતા અશ્મિત પટેલની મદદ માટે સલમાન ખાન આવ્યો હતો. જણાવી દઈએ કે અશ્મિત પટેલ અમિષા પટેલના ભાઈ છે જેમની ફિલ્મી કારકીર્દિ સંપૂર્ણ ફ્લોપ રહી હતી. બિગ બોસમાં આવ્યા પછી સલમાન ખાને અશ્મિત પટેલને ફિલ્મ ‘જય હો’ માટે સાઇન કર્યો. આ ફિલ્મથી અશ્મિત પટેલને તેમની કારકિર્દીને જીવંત કરવાની તક મળી, પરંતુ તે તેનો લાભ લઈ શક્યો નહીં.
નીલ નીતિન મુકેશ:
અભિનેતા નીલ નીતિન મુકેશ ફિલ્મી બેકગ્રાઉંડ સાથે સંબંધ ધરાવે છે પરંતુ છતાં પણ તેની ફિલ્મી કારકિર્દી કંઈ ખાસ રહી નહીં. સતત ફ્લોપ ફિલ્મો આપ્યા પછી તેની કારકિર્દી ડૂબી રહી હતી, ત્યાર પછી સલમાન ખાનને કારણે તેને ફિલ્મ “પ્રેમ રતન ધન પાયો” મળી. આ ફિલ્મ તેની ફિલ્મી કારકિર્દીને બચાવવા માટે એક સહારો બની હતી.
અરમાન કોહલી:
કદાચ તમે અભિનેતા અરમાન કોહલીને જરૂર જાણતા હશો. તે રિયાલિટી શો બિગ બોસ 7 માં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે અભિનેતા અરમાન કોહલી ઘણા સમયથી સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયા હતા. સતત અરમાન કોહલીની ફિલ્મો ફ્લોપ થતી હતી જેના કારણે અરમાન કોહલીની કારકિર્દી ડૂબી રહી હતી. ત્યારે સલમાન ખાન એક મસિહાની જેમ તેમની મદદ કરવા આગળ આવ્યો. સલમાન ખાને અરમાનને તેની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ માં એક ભૂમિકાની ઓફર કરી હતી. આ ફિલ્મમાં અરમાનની નેગેટિવ ભૂમિકા હતી. આ ફિલ્મ દ્વારા અરમાન કોહલીએ 11 વર્ષ પછી ફિલ્મોમાં કમબેક કર્યું હતું