
બોલીવુડની દુનિયા બહારથી જેટલી રંગીન દેખાય છે એટલી જ અંદરથી સંઘર્ષો ભેરલી છે. બોલીવુડમાં જોવા મળતા શાનદાર કલાકારોએ અહીં પહોંચવા માટે ખુબ મહેનત કરેલી છે. અહીં દરેક વર્ષે ન જાણે કેટ કેટલા લોકો પોતાનું ભાગ્ય આજમાવવા માટે આવે છે.
લોકો કલાકારોના ગ્લેમરને જોઈને આકર્ષિત થઇ જાય છે, પણ તેની પાછળ તેઓનું ઘણું સંઘર્ષ છુપાયેલું હોય છે. એવો જ એક મામલો રોહિત શેટ્ટીના ઇન્ટરવ્યૂમાં સામે આવ્યો છે.
અનુપમા ચોપરાએ ‘સુહાગ’ ફિલ્માં રોહિત શેટ્ટી દ્વારા અક્ષય કુમારના બૉડી ડબલ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. એ પણ જણાવ્યું હતું કે જ્યારે રોહિત ‘હકીકત’ ફિલ્મ પર અસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા, ત્યારે અભિનેત્રી તબ્બુના સાડીની ઈસ્ત્રી પણ કર્યા કરતા હતા.
આ બાબત પર રોહિત જણાવે છે કે,”અસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કામ જ આ બધું કરવાનું હોય છે. જો કે ત્યારે આટલા ન હતા અત્યારે તો 12 જેટલા અસિસ્ટન્ટ ડાયરેકટર હોય છે. અમે બધા બસમાં સફર કરતા હતા અને માત્ર તબ્બુ જ નહિ, દરેક ફિલ્મોમાં અમે તે બધા કામ કર્યા છે. અમે બધા ઈસ્ત્રી કરવી, ડ્રાઇવિંગ કરવી, સ્ટન્ટ કરવા, કચરો વાળવો વગેરે જેવા કામો પણ કરતા હતા. બજેટ તે સમયે કઈ ખાસ વધારે પણ ન હતું”.
તે દરમિયાન રોહિતે જે કંઈપણ શીખ્યું તે આજે પણ તેને ડાયરેકશનમાં કામ આવે છે. રોહિતે કહ્યું કે,”જીવનમાં એવી ઘણી વસ્તુઓ છે, જે ઘણા ડાયરેકટર્સ નથી શીખી શકતા. હવે મને કોઈ મૂર્ખ ન બનાવી શકે કેમ કે હું એક સ્ટ્રીટ સ્માર્ટ યુવક છું. ઘણા ડાયરેકટર્સ દેખાવથી જ મૂર્ખ જેવા લાગે છે, તેઓને જીવનની વાસ્તવિકતાની નથી ખબર. પણ તે અનુભવોએ મને મારી ફિલ્મમેકિંગમાં મદદ કરી છે.
જયારે પણ હું કોઈ બસમાં મુસાફરી કરું છું અને કોઈ બસ સ્ટેન્ડ પર મહિલાને ઉભેલી જોવ છું, તો વિચારું છું કે તેનું જીવન કેવું હશે. હવે તે ઘરે જશે, રસોઈ બનાવશે…મૈં આ બધું જોયેલું છે માટે મને ખબર છે કે તેની શું વાસ્તવિકતા છે, તેને શું જોઈએ કે જેનાથી તેને ખુશી મળશે, એ હું જાણું છું”.
રોહિત શેટ્ટી આગળના 30 વર્ષોથી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તેમણે અજય દેવગનની ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ દ્વારા ડેબ્યુ કર્યું હતું ત્યારે તે માત્ર 17 વર્ષના જ હતા અને આ ફિલ્મ સાથે તે અસિસ્ટન્ટ ડાયરેક્ટરના સ્વરૂપે જોડાયેલા હતા. રોહિતના પિતા મુદ્દદુ બાબૂ શેટ્ટી ફિલ્મોમાં સ્ટંટમેન અને એક્શન કોરિયોગ્રાફર હતા. આ સિવાય તે ખલનાયક ભૂમિકાઓમાં પણ જોવા મળતા હતા.
જેના પછી રોહિત શેટ્ટીએ સુહાગ, હકીકત, જુલ્મી, પ્યાર તો હોના હી થા, રાજુ ચાચા જેવી ઘણી ફિલ્મો પર અસિસ્ટન્ટ ડાયરેક્શનનું કામ સંભાળ્યું હતું. 13 વર્ષની મહેનત પછી તેને પોતાની પહેલી ફિલ્મ ડાયરેક્ટ કરવાનો મૌકો મળ્યો, વર્ષ 2003 માં આવેલી ફિલ્મ ‘જમીન’ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી.
તેના ત્રણ વર્ષ પછી કોમેડી ફિલ્મ ગોલમાલ દ્વારા રોહિતને સફળતા મળી. જેની બધી જ સિરીઝ સુપર હિટ રહી છે. હાલ કોરોના વાયરસના સંક્ર્મણને લીધે રોહિત શેટ્ટીની આવનારી ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ રોકી દેવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કૈટરીના કૈફ સાથે જોવા મળશે.