
દરેક વ્યક્તિના જીવનમાં પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને પૈસા કમાવવા માટે ઘણા લોકો રાત-દિવસ મહેનત કરે છે. પરંતુ છતા પણ તેમનું નસીબ તેમનો સાથ આપતું નથી અને તેઓ પૈસા મેળવી શકતા નથી.
જો તમે પણ એ લોકોમાંના એક છો અને તમારા જીવનમાં પણ પૈસાની અછત છે. તો સખત મહેનત કરવાની સાથે, નીચે જણાવેલા ઉપાય પણ કરો. આ ઉપાય કરવાથી જીવનમાં હંમેશા પૈસા મળતા રહે છે અને ક્યારેય પૈસાની અછત આવતી નથી.
શુક્રવારે માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની અછત આવતી નથી. જે લોકો આ દિવસે માતાને યાદ કરે છે અને તેમની પૂજા કરે છે. તેમના પર માતાના આશીર્વાદ હંમેશા રહે છે. તેથી તમારે શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઇએ અને તેમને કમળનું ફૂલ ચળાવવું જોઈએ.
ગુરુવારે આ ઉપાય કરો. આ દિવસે એક નાળિયેર લો અને તેને પીળા કપડામાં બાંધી દો. ત્યાર પછી લાડુઓ અને જનોઈ લઇને આ બધી ચીજોને વિષ્ણુજી પાસે રાખી દો અને તેની પૂજા કરો. વિષ્ણુજીના મંત્રોનો જાપ પણ કરો. આ રીતે સાત ગુરુવાર સુધી વિષ્ણુજીને નાળિયેર અર્પણ કરવાથી પૈસાથી સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
વિષ્ણુજીના મુખ્ય મંત્ર:
“વિષ્ણુ રૂપમ પૂજન મંત્ર-શાંતા કારમ ભુજુંગ શયનમ પદ્મ નાભં સુરેશમ્। વિશ્વધારં ગગનસદ્રશ્યં મેઘવર્ણમ્ શુભાંગમ્। લક્ષ્મી કાન્તં કમલ નયનમ્ યોગીભિર્ધ્યાન નગ્મ્ય્મ।”, “ૐ નમોઃ નારાયણાય ૐ નમો: ભગવતે વાસુદેવાય।”, વિષ્ણુ ગાયત્રી મહામંત્ર – “ૐ નારાયણાય વિદ્મહે। વાસુદેવાય ધીમહિ। તન્નો પ્રચોદયાત।। વન્દે વિષ્ણુમ ભવભયહરં સર્વ લોકેકનાથમ્।” વિષ્ણુ કૃષ્ણ અવતાર મંત્ર – “શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે। હે નાથ નારાયણ વાસુદેવાય॥
જે લોકો પાસે પૈસા બિલકુલ ટકતા જ નથી અને પૈસા આવતાની સાથે જ ખર્ચ થઈ જાય છે. તે લોકોએ આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય હેઠળ તમે મંગળવારે લાલ સિંદૂરમાં ચમેલીનું તેલ મિક્સ કરો. ત્યાર પછી સિંદૂરથી નારિયેળ પર સ્વસ્તિકનું નિશાન બનાવો.
ત્યાર પછી તમે આ નાળિયેર હનુમાનજીના ચરણોમાં અર્પણ કરો અને તેમને પૈસા સાથે સંબંધિત મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો. આ ઉપાય તમે 5 મંગળવાર સુધી કરો. આ ઉપાય કરવાથી તમારી પાસે પૈસા ટકવા લાગશે અને તેની સાથે જોડાયેલી બધી સમસ્યા દૂર થઈ જશે.
શનિવારે પીપળના ઝાડની પૂજા કરો. પૂજા કરતી વખતે આ ઝાડની સામે ત્રણ ઘીના દીવા પ્રગટાવો. પછી આ ઝાડની પરિક્રમા કરો અને પૂજા પૂર્ણ થયા પછી પીપળાનું એક પાંદ તોડીને પોતાના ઘરે લાવો. આ પાંદ તિજોરીમાં અથવા પર્સમાં રાખો.
આ ઉપાય કરવાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે. જો તમે ઇચ્છો, તો તમે આ પાંદ તમારા ધંધાની જગ્યાએ પણ રાખી શકો છો. તેનાથી ધંધો સારો ચાલવા લાગશે અને પૈસાની આવકમાં વધારો થવા લાગશે.
એક ઈલાયચી લો અને તેને લાલ કપડામાં બાંધી દો. ત્યાર પછી તેને માતા લક્ષ્મીના ચરણોમાં મુકી દો. માતાની પૂજા કરો. પૂજા પૂર્ણ થયા પછી તમે આ કાપડને તમારા પર્સમાં રાખો.
તેનાથી પર્સમાં હંમેશા પૈસા રહેશે અને વ્યર્થ ખર્ચથી પણ છુટકારો મળશે. આ ઉપાય કરવાથી આવકના સ્ત્રોત ખુલવા લાગશે અને પૈસા એકઠા થવા લાગશે