શું તમને રાત્રે ઊંઘ નથી આવતી ? આટલુ જરુર કરો… અને ફરક દેખાશે

શું તમે રાત્રે તમારી પથારીમાં કલાકો સુધી પાસા ફેરવો છો?શું સૂવાનો પ્રયાસ કરતી વખતે તમે ઘડિયાળના કાંટાને જોયા કરો છો? ઘબરાવાની જરૂર નથી આપણા બધા સાથે કયારેક ને કયારેક આ ઊંઘવાની સમસ્યા રહે જ છે.કારણ કે આપણામાંના મોટાભાગના લોકો માટે સારી ઊંઘ (Deep/ Sound sleep) દુર્લભ ઘટના હોઈ શકે છે. ‘અનિદ્રા’ એ 30-60 વષૅના લોકો માટે સામાન્ય સમસ્યા છે.

સારી ગુણવત્તાની ઊંઘ તમારી સામાન્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ છે.જો કે, આ દિવસોમાં ઘણાં લોકો નિયમિત અને સ્વસ્થ ઊંઘ લેવાનું મહત્ત્વ ઓછું આંકતા હોય છે.અનિદ્રા અથવા ઊંઘની ગુણવત્તા નબળી હોવાના કારણે માથાનો દુખાવો, ડાયાબિટીઝ, અપચો જેવા રોગો થઈ શકે છે.બીજા દિવસે તે સુસ્તીનું કારણ બને છે. સારી ઊંઘ આપણા શરીરને રિચાર્જ કરવા માટે મહત્વપૂર્ણ છે.

અનિદ્રાનું વાસ્તવિક કારણ જાણવું મુશ્કેલ હોઈ શકે છે; કામ, તણાવ, તબીબી પરિસ્થિતિઓ, આહાર અને પર્યાવરણ – આમાંથી કોઈ પણ કારણ હોઈ શકે છે.અનિદ્રાની સમસ્યાનું સમાધાન લાવવા માટે બજારમાં ઊંઘની દવાઓ ઉપલબ્ધ છે, પણ તે લેવાનું ખરેખર યોગ્ય નથી.

અનિદ્રાની પરિસ્થિતિનો સામનો કરવાની એક સારી રીત એ છે કે તમે તમારા રોજંદા આહારમાં ફેરફાર કરો.દરરોજ ઊંઘનો નિયમિત સમય રાખો અને તેની નિયમિતતા જાળવવાનો પ્રયાસ કરો, જેનો અર્થ એ કે તમારે અઠવાડિયાના દિવસો સહિત દરરોજ તે જ સમયે જાગવું અને સૂવું જોઈએ.

આ તમારા શરીરની ઘડિયાળ સેટ કરવામાં મદદ કરે છે, અને ઊંઘની સારી ગુણવત્તાને સક્ષમ કરે છે.તમારા રૂમમાં તમને મનગમતી સુગંધિત મીણબત્તીઓ રાખો.મનગમતી મીણબત્તીની સુગંધ તમારા રૂમમાં હળવુ અને હકારાત્મક વાતાવરણ ઊભુ કરશે. જેનાથી તમારો શારિરીક અને માનસિક થાક ઓછા થશે. જે તમારી ઊંઘની ગુણવત્તા વધારવામાં મદદ કરી શકે છે.

રાત્રે સારી ઊંઘ મેળવવા માટે દિવસમાં વર્કઆઉટ કરો.શારીરિક વ્યાયામથી માંસપેશીઓમાં તાણ આવે છે, જેનાથી શરીર થાકી જાય છે. આ તમને ઝડપથી સૂવામાં મદદ કરે છે.તમારી ઊંઘની ગુણવત્તા વધારવા માટે શાંતિપૂર્ણ વાતાવરણ હોવું મહત્વપૂર્ણ છે.

ભારે પ્રકાશ અને મોટા અવાજો તણાવ પેદા કરી શકે છે અને તમારી ઊંઘની ગુણવત્તાને અસર કરી શકે છે. તેથી, સૂતા પહેલા શાંત અને હળવા પ્રકાશવાળી ડીમ લાઇટ વાપરો. અને ઘોંધાટ વગરના વાતાવરણની ખાતરી કરો.આસપાસ ખૂબ અવાજ થતો હોય તો ઇયરપ્લગ, આઇ માસ્ક જેવા સ્લીપ એસેસરીઝનો ઉપયોગ કરવો.

ભલે કેફીન સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે, પરંતુ જો રાત્રે લેવામાં આવે તો તે નર્વસ સિસ્ટમને ઉત્તેજીત કરી શકે છે, આમ તમારી નિદ્રાધીન થવાની ક્ષમતામાં ઘટાડો થાય છે.તેથી, દિવસ પછીના ભાગમાં કેફીન ટાળો કારણ કે તે તમારી ઊંઘની ગુણવત્તાને હાનિ પહોંચાડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *