રસ્તા ઉપરથી પૈસા મળે તો લાભ થાય કે નુકસાન, તેરસ્તા ઉપરથી પૈસા મળે તો લાભ થાય કે નુકસાન, તે
કેટલીક વખત આપણી પાસે રહેલા પૈસા પડી જાય છે. આ સમયે આપણને ખુબજ ખરાબ લાગે કારણકે મહેનતની કમાણી આમ રસ્તા પર પડી ગઇ. આ જ રીતે આપણે ક્યારેક રસ્તા પર જતા હોઇએ ત્યારે આપણને પૈસા મળી આવે તો પ્રસન્ન થઇ જઇએ છીએ.
જો કે તમે જાણો છો કે પૈસા ખોવાઇ જાય કે અચાનક રસ્તામાં પૈસા મળી જાય તેની પાછળ ખાસ સંકેત હોય છે. પૈસા મળે તો માન્યતા છે કે તેને વાપરવા ન જોઇએ અને કોઇ મંદિર કે જરૂરીયાત મંદને આપી દેવા જોઇએ. તો શું ખરેખર આ રીતે રસ્તામાં ખોવાઇ જાય પૈસા કે પછી મળી આવે તો લાભ થાય કે નુકસાન જાણીલો.
પૈસા પડી જવાથી શું છે માન્યતા
પ્રાચીન માન્યતા અનુસાર જો કોઇ વ્યક્તિના ખિસ્સામાંથી સિક્કો પડી જાય તો તેને શુભ સંકેત કહેવામાં આવે છે. તમને વેપાર ધંધામાં નફો થશે, કેટલીક વાર ઘરમાં વાદ વિવાદ થવાથી લોકો ગુસ્સામાં આવીને પૈસા ફેંકી દે છે આવુ કરશો માતા લક્ષ્મીજીનુ અપમાન થાય છે. તમને મોટા નાણાભીડ થશે.
માન્યતાઓ અનુસાર જો કોઇના પૈસા અચાનક પડી જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આનો મતલબ એ છે કે અટકેલા નાણા ફસાયેલા નાણા પરત મળશે. જો તમને રસ્તામાં પૈસા મળે તો સમજો ખુબજ જલ્દી તમારી પ્રગત્તિ થવાની છે. આવક કરતા જાવક ઘટશે. ઇમાનદાર લોકો પર માતા લક્ષ્મીજીની કૃપા રહે છે.
આથી જ્યારે પણ આ રીતે પૈસા મળી આવે તો સમજો તમારો ભાગ્યોદય થવાનો છે. અટકેલા કામ થઇ જશે. નાણાભીડ દૂર થશે. તમને આકસ્મીક લાભ પ્રાપ્ત થશે.