
હિંદુ ધર્મમાં નામકરણ સંસ્કારનું વિશેષ મહત્વ છે. નામકરણ સંસ્કારમાં નવજાત બાળકના નામને રાખવાની પ્રક્રિયાને સંપન્ન કરવામાં આવે છે.
પરિવારના તમામ સભ્યો બાળકની જન્મ રાશિના પ્રથમ અક્ષર અનુસાર પોતાની પસંદગીનું નામ રાખવાનું સૂચન કરે છે તેમાંથી જે સૌથી સારું નામ હોય તેને પસંદ કરવામાં આવે છે.
નામ વ્યક્તિની માનસિક અને શારીરિક રચનાને વ્યક્ત કરે છે. સાચુ નામકરણ ભાગ્ય બદલી દે છે. વ્યક્તિનો જન્મ તેના નામથી જાણી શકાય છે. વ્યક્તિનો સ્વભાવ, આકાર અને રંગ નામ દ્વારા નક્કી કરવામાં આવે છે. નામની સીધી અસર વ્યક્તિના ભાગ્ય પર થાય છે. નામકરણ સંસ્કાર કોઈપણ શુભ દિવસે અને શુભ મુહુર્તમાં કરવામાં આવે છે.
શું નામ ખોટું કે સાચું હોય છે?
નામ ખોટું અથવા સાચું હોતુ નથી, કારણ કે તે તમને તમારા સંસ્કારોના કારણે મળે છે. જો નામનો પ્રભાવ નકારાત્મક મૂલ્યોને વ્યક્ત કરે છે, તો મૂલ્યોને સુધારવાની જરૂર છે.
ઉપરાંત, નકારાત્મક મૂલ્યો સાથેનું નામ બદલવું જોઈએ. જો કે રાશિની ચોક્કસ જાતક પર અસર થવાની જ છે જો તમે રાશિ અનુસાર નામ પાડ્યુ નહી હોય તો તમારી ખરી રાશિ અને તમારા નામની રાશિ આમ બે રાશિની તમારા પર અસર થશે.
નામ પાછળનું રહસ્ય
કોઈ વ્યક્તિનું વિશેષ નામ માત્ર સંયોગ નથી તે તેના કર્મ સંસ્કારોનો ખેલ છે. તમે જે નામ દ્વારા વિશ્વમાં જાણીતા છો તે નામ નક્કી કરે છે. બીજું કોઈ નહિ. જીવનમાંના તમામ સંબંધો અને ઉતાર ચઢાવ નામ પર આધારિત છે.
ભવિષ્યમાં ક્યો સંબંધ તમે નિભાવશો. તમારે કોની સાથે લેણુ નિકળશે. તમે ક્યા ફિલ્ડમાં જશો. તમારૂ વ્યક્તિત્વ કેવુ રહેશે તે તમામ બાબતો તમારા નામથી નક્કી થાય છે.
નામ પાડતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
બાળકોના નામ એવા પાડવા જોઈએ જેનો કંઈક અર્થ થતો હોય. ઘણા લોકો યુનિક નામ રાખવાના ચક્કરમાં એવું નામ રાખતા હોય છે, જેનો કોઈ જ અર્થ થતો હોતો નથી. નામનો અર્થ સરળ અને સારો હોવો જોઈએ. રાશિચક્ર અનુસાર નામ પાડેલું હોવુ જોઇએ.
રાશિ અનુસાર નામ અને હુલામણુ નામ પણ એક જ રાશિના હોવા જોઇએ. જે ગ્રહ કુંડળીમાં મજબૂત છે તેનો સાથ મળી રહેશે. હંમેશાં નામને યોગ્ય રીતે બોલાવો. તમારી જન્મ તારીખ અને સમય મુજબ નામની જોડણીમાં થોડો ફેરફાર કરી શકાય છે.