આ બોલીવુડની હીરોઇન એક સમયે મચાવતી હતી ધુમ, આજે ફિલ્મી પડદા પરથી જ થઈ ગઈ છે એકદમ ગાયબ…
રામગોપાલ વર્માની હોટ એક્ટ્રેસ પ્રિયંકા હવે દેખાવા લાગી છે આવી, ધમાકેદાર ડેબ્યુ છતાં પણ કરિયર થયું ફ્લોપ. બોલીવુડમાં દરરોજ સ્ટારના નસીબનો સટ્ટો લાગે છે. એક ફિલ્મ રાતો-રાત સ્ટાર બનાવી દે છે, અને તે જ ફિલ્મ જો ફ્લોપ થઈ જાય તો આકાશમાંથી સીધા જમીન પર ફેંકી દે છે. વર્ષ 2005 માં ‘સરકાર’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવાવાળી પ્રિયંકા કોઠારીના નસીબે પણ એવી પલ્ટી મારી, કે એક સમય પછી લોકોએ તેમને કામ માટે પૂછવાનું જ બંધ કરી દીધું. ‘જેમ્સ’ અને ‘ધ કિલર’ જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવનારી પ્રિયંકા આજે ફિલ્મી પડદા પરથી એકદમ ગાયબ જ થઈ ગઈ છે.
પ્રિયંકા કોઠારીનું સાચું નામ નિશા કોઠારી છે. તેમનો જન્મ 30 નવેમ્બર 1983 ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. ‘ચઢતી જવાની મેરી ચાલ મસ્તાની’ ના રિમિક્સ ગીતથી પ્રિયંકાને સારી ઓળખાણ મળી હતી. આર માધવનને કારણે તેમને વર્ષ 2003 માં તમિલ ફિલ્મ ‘જય જય’ માં બ્રેક મળ્યો હતો.
હિંદી ફિલ્મોમાં રામ ગોપાલ વર્માએ તેમને પહેલો બ્રેક આપ્યો. તે ‘શિવા’, ‘ડરના જરૂરી હૈ’, ‘ગો’, ‘ડાર્લિંગ’, ‘આગ’, ‘અજ્ઞાત’, ‘બિન બુલાયે બારાતી’ જેવી ફિલ્મોમાં દેખાઈ હતી. તે સિવાય તેમણે ઘણી તમિલ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું, પણ તેમને તેનાથી કોઈ ખાસ ઓળખ મળી શકી નહિ.
વર્ષ 2016 માં પ્રિયંકાએ દિલ્લીના એક બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી તેમણે પોતાનું નામ એકવાર ફરીથી બદલીને અંજલિ વર્મા કરી દીધું. થોડા દિવસો પહેલા તે દિલ્લીમાં થયેલી સેલેબ્રિટી સૉકર મેચમાં જોવા મળી, તો લોકોને વિશ્વાસ ન થયો કે તે પ્રિયંકા જ છે. ક્યારેક સ્લિમ દેખાતી પ્રિયંકાનું વજન ઘણું વધી ગયું હતું.
પ્રિયંકા છેલ્લી વાર વર્ષ 2016 માં ફિલ્મ બુલેટ રાજામાં દેખાઈ હતી. તે ફિલ્મ કન્નડ અને તેલુગુ ભાષામાં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધું. હવે તે ક્યારેક-ક્યારેક મોટા કાર્યક્રમોમાં જોવા મળી જાય છે