બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનાસ સાથેની શેર કરી રોમેન્ટીક તસવીરો, તેમણે કહ્યુ કે…

પ્રિયંકાએ કેટલીક થ્રોબેક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.પ્રિયંકા આ તસવીર આઇલેન્ડની વેકેશન દરમિયાનની છે. આ તસવીરને શેર કરતા લખ્યું છે કે, ‘આઇલેન્ડમાં નાવ ચલાવવાનું સપનુ જોવું છું, મારા પતિ નિક જોનાસ સાથે’ આ સાથે તેમણે હેશટેગ થ્રોબેક 2019 લખ્યું.આ સાથે લખ્યું, ‘હમ દિલવાલે, બીચવાલે’ એટલે કે આ તસવીર 2019ની છે.

રિલક્સ મોડમાં પ્રિયંકા

આ તસવીરમાં જોઇ શકાય છે કે, પ્રિયંકા ચોપડા કિનારાની વચ્ચે રાખેલા બીન બેગ પર રિલેક્સ મૂડમાં બેઠી છે. તેમની પાછળ દૂર બેકગ્રાઉન્ડમાં તેમનો પતિ નિક સર્ફિગ કરવામાં બિઝી દેખાય છે. પ્રિયંકાની આ તસવીર ફેન્સનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. ફેન્સ આ તસવીર પર કમેન્ટ કરીને તેમની ખૂબસૂરતીની પ્રશંસા કરી રહ્યાં છે.

તેમની બુકના કારણે ચર્ચામાં

પ્રિયંકા તેમની બુક અનફિનિશ્ડને લઇને આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે. હાલ તેમણે બુકના કેટલાક મહત્વના ચેપ્ટરને લઇને ઓપરા વિનફ્રેમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું. ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ તેમની પર્સનલ લાઇફ વિશે વાત કરી હતી અને ધર્મ, સેક્યુલરિઝ્મ અને અલગ અલગ કલ્ચરથી આવતા બાળકો અને તેના પ્રભાવની વાત કરી હતી.

પિતા મસ્જિદમાં ગાતા હતા

જ્યારે ઓપરાએ પૂછ્યું કે, તેમના બુકમાં કેવી રીતે આખા ભારતની જર્ની દેખાય છે અને જુદા જુદા ધર્મની પ્રાર્થના સાથે તે ખુદ કેવી રીતે તાદાત્મ્ય અનુભવે છે? જેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ‘મને લાગે છે ભારતમાં આ આટલું મુશ્કેલ નથી, આપણા દેશમાં બધા જ ધર્મના લોકો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *