
બોલિવૂડ કલાકારોની દુનિયા એકદમ રસપ્રદ છે. દિવસભરની ભાગદોડ પછી જ્યારે સમય તેમની રજાઓનો આવે છે ત્યારે તેઓ તેમાં ખુશી શોધવાની કોઈ કસર છોડતા નથી. અવારનવાર કોઈને કોઈ અભિનેત્રી અથવા અભિનેતા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેમની રજાઓની તસવીર શેર કરતા રહે છે. તો પ્રીતિ ઝિન્ટાએ આ વખતે કંઈક આવું જ કર્યું છે.
જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર પ્રીતિ ઝિન્ટા ઘણીવાર એક્ટિવ જોવા મળે છે અને તેમના ચાહકો સાથે તસવીરો શેર કરવામાં કોઈ કસર છોડતી નથી. આવી સ્થિતિમાં જ્યારે વાત તેના જન્મદિવસની હોય ત્યારે તે કેવી રીતે પાછળ રહી શકે છે.
11 માર્ચે પ્રીતિ ઝિંટાએ પતિ જીન ગુડઈનફનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. આ ખાસ પ્રસંગને વધુ સારો બનાવવા માટે તેણે એક એવી તસવીર શેર કરી છે, જે હવે ઈંટરનેટ પર વાયરલ થઈ રહી છે. દરેક આ તસવીર પર કમેંટ કરતા જોવા મળી રહ્યા છે.
જણાવી દઈએ કે પ્રીતિ ઝિન્ટા તેના પતિ જીન ગુડઈનફ સાથે ખૂબ જ ખાસ બોન્ડ શેર કરે છે. આવી સ્થિતિમાં જ્યારે વાત જીનના જન્મદિવસનૂ હોય છે, ત્યારે પ્રીતિએ આ દિવસને ખાસ બનાવવા માટે દરેક પ્રયત્નો કર્યા છે.
ખરેખર તેણે ચાહકો સાથે પતિની એક રોમેન્ટિક તસવીર શેર કરી છે અને સાથે જીનને શભેચ્છા આપી છે. પ્રીતિએ તસવીર સાથે એક સુંદર કેપ્શન પણ આપ્યું છે. આ કેપ્શનમાં તેણે પતિને પોતાના દિલની વાત કહી છે. પ્રીતિએ લખ્યું કે, “તમે મારા બેસ્ટ ફ્રેંડ જ નહિં પરંતુ મારી ખુશીના સ્ત્રોત પણ છો. મારી આખી દુનિયા તમારાથી જ છે. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું.”
જણાવી દઈએ કે પ્રીતિ ઝિન્ટાની આ તસવીરને માત્ર ચાહકો જ નહિં પરંતુ સેલેબ્સ પણ પસંદ કરી રહ્યા છે અને ખૂબ કમેંટ્સ પણ કરી રહ્યા છે.
પ્રીતિ ઝિન્ટાની આ તસવીરની વિશેષતા એ છે કે તેમાં તે પતિ સાથે પૂલ પાર્ટી એન્જોય કરતા ખૂબ જ રોમેન્ટિક સ્ટાઇલમાં જોવા મળી રહી છે. કપલની આ સ્ટાઈલ દરેકને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. કદાચ આ જ કારણ છે કે આ તસવીરે રાતોરાત દરેકનું દિલ જીતી લીધું છે.
જણાવી દઈએ કે પ્રીતિ ઝિંટાએ બોલિવૂડની દુનિયામાં ‘દિલ સે’ ફિલ્મથી પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ ડેબ્યૂ ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તેમની એક્ટિંગે ખૂબ જ ટૂંકા સમયમાં દર્શકોના દિલમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી હતી.
તેમણે માત્ર હિન્દી જ નહીં પરંતુ પંજાબી, તેલુગુ અને અંગ્રેજી ફિલ્મો પણ કામ કર્યું છે. હાલમાં તે ‘કિંગ્સ ઈલેવન પંજાબ’ ની માલિક છે અને ઘણીવાર આઈપીએલ દઅરમિયાન જોવા મળે છે.