પુજા કરતી વખતે આ ભુલો ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ, નહિતર થશે આર્થિક નુકસાન…
આપણા હિંદુ ધર્મમાં લગભગ ઘણા લોકો સવારે પૂજા કરે છે. ઘણી વાર એવું પણ જોવા મળે છે કે જે લોકો દરરોજ નિયમિત પૂજા પાઠ કરે છે તેમ છતાં તેમણે સફળતા નથી મળતી. તેમને કોઈ પણ ક્ષેત્રમાં સફળતા નથી મળતી અને ગરીબી પણ તેનો પીછો નથી છોડતી. ક્યારેય તમે લોકો એ વિચાર્યું છે કે આવું શા માટે થાય છે?
એવું માનવામાં આવે છે કે, જો નિયમો મુજબ પૂજા પાઠ નહિ કરવામાં આવે, તો પૂજા કરવાનું કોઈ પણ ફળ નથી મળતું. આપણા દ્વારા કરવામાં આવેલી ભૂલ ના કારણે ભગવાન આપની પૂજા કબુલ નથી કરતા. તો ચાલો જાણીએ ક્યાં પ્રકાર ની એવી ભૂલો છે જેને કરવાથી પૂજા નું ફળ આપણને પ્રાપ્ત નથી થતું.
પૂજા પાઠમાં રાખવી આ બાબતોનું ધ્યાન :
ઘરના પરિવારના સભ્યો ભગવાનની પૂજા કરે છે અને તેમના પરિવારની ખુશીઓ માટે પ્રાર્થના કરે છે પૂજા દરમિયાન મૂર્તિને ફૂલ અથવા માળા અર્પિત કરવામાં આવે છે અને જયારે ભગવાનની મૂર્તિ ને ફૂલ કે માળા ચડાવવામાં આવે છે તો ભગવાનનું મુખ ઢંકાઈ જાય છે, ફૂલ કે માળા ચડાવી દે છે. એ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનની મૂર્તિને ફૂલ અને માળા ચડાવતી વખતે ચહેરો ઢાંકેલો ના હોય. નહિ તો પૂજાનું ફળ મળશે નહિ..
મંદિરનું શુભ સ્થાન..
ઘરમાં મંદિરની સ્થાપના કરતી વખતે યોગ્ય દિશા જરૂર ધ્યાનમાં રાખવી. ઘરમાં મંદિર માટે શુભ સ્થાન ઉત્તર દિશા, પૂર્વ દિશા અને ઉત્તર પૂર્વ ની દિશા માનવામાં આવે છે. તેથી જો તમે તમારા ઘરમાં મંદિર બનાવો છો તો આ દિશામાં બનાવવું જોઈએ. ઘરમાં ક્યારેય પણ દક્ષીણ દિશા અથવા દક્ષીણ પશ્ચિમ દિશામાં મંદિર ના બનાવવું જોઈએ અન્યથા તેનો ઉન્ધો પ્રભાવ પડે છે. તેથી મંદિરની સ્થાપના દિશા જોઇને જ કરવી જોઈએ.
રસોડામાં મંદિર ન રાખવું :-
ઘણા ઘરો માં એવું બને છે કે જગ્યાના અભાવ થી મંદિર ને રસોડામાં સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ વાસ્તુ અનુસાર રસોડામાં મંદિર બનાવવું અશુભ માનવામાં આવે છે જો એવું કરીએ તો તેનાથી ભારે નુકશાન સહન કરવું પડે છે. આ વાતો નું જો ધ્યાન રાખવામાં આવે તો તેનાથી તમારી પૂજા નું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે અને ભગવાન ની કૃપા દ્રષ્ટિ હંમેશા તમારા પર બની રહેશે તમારા ઘરમાં સુખ અને શાંતિ તેમજ સમૃદ્ધિ નું આગમન થશે.
પૂજા સમયે :-
કોઈ પણ પૂજાની શરૂઆત કરતા સમયે સૌથી પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પૂજા કરતા સમયે ક્યારેય પણ દીવો જમીન પર નહિ મુકવો જોઈએ. દીવાને તમે ફૂલોની ઉપર કે પછી ચોખાની ઉપર મુકો. પૂજા કરતા સમયે સૌથી પહેલા ફૂલો અથવા ચોખાને જમીન પર પાથરી દો અને ત્યારબાદ તેના પર દીવો મૂકી દો.આ રીતે દીવાને બાજઠ પર પણ મૂકી શકાય છે.