ડુંગળીની મદદથી દુર થઇ જશે મસ્સાની સમસ્યા, અને મળશે જલ્દી રાહત….

મસ્સા ત્વચામાં વૃદ્ધિ કે ઉભાર હોય છે, મસ્સા શરીર પર કોઈ પણ જગ્યા પર પણ થઇ શકે છે. મસ્સા ઘણા પ્રકારના હોય છે જે દેખાવમાં અને બનાવટમાં જુદા હોઈ શકે છે. સામાન્ય રીતે મસ્સા સમય સાથે જાતે જ ખતમ થઇ જાય છે, પણ એમાં ઘણા વર્ષો લાગી જાય છે.

આવી સ્થિતિમાં, શરીરમાંથી મસાઓ દૂર કરી દેવા જોઈએ. આજે અમે તમને આ લેખ દ્વારા મસાઓ દૂર કરવાની રીતો જણાવવા જઈ રહ્યા છીએ. ફક્ત એક ડુંગળીના ઉપયોગથી તમે આ મસાઓથી છુટકારો મેળવી શકો છો. આ તમારી માટે રામબાણ સાબિત થઈ શકે છે.  આ રેસીપીનો ઉપયોગ કરીને તમે ઘરે જ સરળતાથી મસાઓ દૂર કરી શકો છો. આવો જાણીએ કે ડુંગળીની મદદથી મસોને કેવી રીતે દૂર કરવું?

કેન્સરને કારણે થતા મસ્સા : 

જો તમારે જન્મથી જ મસા છે, તો તે હાનિકારક નથી, પરંતુ જો મસ્સા જન્મ પછી થયા હોય અથવા પુખ્તવય થયા પછી મસ્સા થયા હોય, તો તે એક કેન્સરનું પ્રકાર પણ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિને ૩૦ વર્ષની વય પછી મસાઓ થાય છે, તો તે વ્યક્તિને કેન્સર થવાનું જોખમ રહે છે.

મસ્સાનું જોખમ : 

જો તમારા મસ્સામાંથી લોહી નીકળે છે, તો તેને અવગણશો નહીં. મસાઓમાં ખંજવાળ આવે છે, તો તેને હલ્કામા ના લો. કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તરત જ ડોકટરોની સલાહ લો.

મસ્સાઓ થવાનું કારણ :-

 જન્મજાતથી હોવા વાળા મસાઓ સામાન્ય હોય છે, પરંતુ જન્મ પછી થવા વાળા મસાઓનું મુખ્ય કારણ ચેપ હોઈ શકે છે. આ મસાઓનું કારણ પેપિલોમા નામનો વાયરસ હોઇ શકે છે.  ત્વચા ઉપર પેપિલોમા નામના વાયરસથી નાના, કાળા, બરછટ ફોલ્લીઓ બહાર આવે છે, તેને જ મસ્સા કહેવાય છે. મસ્સાનો સામાન્ય રંગ ઘાટો કાળો અથવા ભુરો હોય છે. પરંતુ કેટલીકવાર તે સ્કિન કલરમાં પણ હોય છે, જે ઘણી વખત દેખાતા નહી. મસ્સ ૮ થી ૧૨ પ્રકારના હોઇ છે, જેને ઘરેલું ઉપચાર અને ડોક્ટરની સલાહથી દૂર કરી શકાય છે.

કેટલાક લોકો મસ્સાને પોતાના હાથથી જ કાપી નાખે છે અથવા ફોડે છે. પરંતુ આ કરવું શરીર માટે હાનિકારક થઇ શકે છે. કારણ કે તેમાં હાજર વાયરસ શરીરના અન્ય ભાગોમાં ફેલાય શકે છે. આ સિવાય આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમા પણ પહોંચી શકે છે.

ડુંગળીથી મસ્સા થઇ શકે છે દુર :- 

ડુંગળી શરીર માટે દરેક સ્વરૂપે ફાયદાકારક હોઇ શકે છે. કાચા કચુંબરથી લઈને તેનો રસ શરીર માટે પણ ફાયદાકારક છે. મસ્સાને દૂર કરવા માટે ડુંગળી એ એક રામબાણ સિધ્દ્ધ થઈ શકે છે. શરીર પરના મસ્સાને ​​દૂર કરવા માટે, સતત ૩૦ દિવસ સુધી ડુંગળીનો રસ મસ્સા પર લગાવો. ડુંગળીનો રસથી વાયરસ નાશ થશે અને તે મૂળમાથી દુર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *