
ઓછી શારિરીક પ્રવૃત્તિ અને બેઠાડુ જિંદગીએ પેટની મુશ્કેલીઓ વધારી છે. ઘણી વાર ખોરાક લાંબો સમય સુધી મોટા આંતરડા માં પડ્યો રહે તો તેને કારણે ગેસ બને છે. ટૂંકમાં આંતરડાની પાચનક્રિયા મંદ પડી ગઈ હોય તો તેની અસરના ભાગ રૂપે ગેસ બને છે.
પેટમાં ગેસ થવાની સમસ્યા સામાન્ય વાત છે અને લગભગ ૭૦ % લોકો ને પેટ માં ગેસ જરૂર બને છે. ગેસ ની સમસ્યા થવા પર રનો તરત જ ઈલાજ કરવો. કારણ કે વધારે સમય સુધી પેટ માં ગેસ બનવાથી પેટ સાથે જોડાયેલી અન્ય સમસ્યા થઇ શકે છે. એટલા માટે પેટ માં ગેસ બને તો એને ક્યારેય નજર અંદાજ ન કરવો. આજે અમે તમને એના ઉપાય વિશે જણાવીશું કે અમુક એવી વસ્તુ જેના સેવન કરવાથી દુર રહેવું કારણકે તે ગેસ બનવાનું મુખ્ય કારણ હોય છે. તો ચાલો જાણી લઈએ.
બહારનું ખાવાનું :-
પેટમાં ગેસ બને ત્યારે બહારનું ખાવાનું ના ખાવું જોઈએ, કારણ કે બહાર નું ખાવાથી પેટ પર ખરાબ અસર પડે છે અને બહાર નું ખાવાનું ખાવાથી પેટ માં ગેસની સમસ્યા ઉભી કર છે. બહાર વેચાતા ખાણીપીણી ને બનાવવા માં ઘણા મસાલા નો પ્રયોગ કરવામાં આવે છે. વધારે મસાલા વાળું ખાવાનું ખાવાથી કબજિયાત થાય છે ને કબજિયાત થવાથી પેટ માં ગેસ બનવા લાગે છે એટલા માટે બહાર નું ખાવાનું ન ખાવું જોઈએ.
દવાનું વધારે સેવન :-
વધારે પ્રકારની દવાઓ ખાવાથી પેટ માં ગેસ ની સમસ્યા બની જાય છે. જે લોકો એન્ટીબાયોટિક દવાઓ લે છે એને પેટમાં ગેસ બનવા લાગે છે. દવા ખાવાથી સારા બેક્ટેરિયા ઓછા બને છે. જે પાચન શક્તિ ને સારી રાખે છે. પાચન શક્તિ કમજોર થવાથી ખાવાનું પચતું નથી અને પેટ માં ગેસ ની સમસ્યા થઇ શકે છે.
ચાવીને ખાવું :-
ભોજન ને હંમેશા ચાવીને જ ખાવું જોઈએ. ભોજન ને ઓછું ચાવવાથી તે સરખું પચતું નથી અને એવું થવાથી પણ ગેસની સમસ્યા થઇ જાય છે. એટલા માટે હંમેશા ભોજન ચાવીને જ ખાવું જોઈએ.
ચા અને કોફીનું સેવન ન કરવું :-
અમે તમને જણાવી દઈએ કે જે લોકો વધારે ચા અને કોફી નું સેવન કરે છે એના પેટ માં વધારે ગેસ બને છે. એટલા માટે ગેસ થાય ત્યારે ચા અને કોફી નું સેવન કરવાથી બચવું.
ગેસની સમસ્યા થાય ત્યારે કરવા ઉપાય :-
પેટમાં ગેસ થાય ત્યારે ગરમ પાણીમાં હિંગ, અજમા અને સંચળ નાખીને મિક્સ કરીને પીઈ લેવું, આ પાણી પીવાથી ગેસ ની સમસ્યા દુર થઇ જાય છે. ગોળ વાળું દૂધ પીવાથી પણ ફાયદો થાય છે. ફુદીનાનું પાણી પીવાથી પણ રાહત મળે છે એટલા માટે ગેસ થાય ત્યારે આ ઉપાય જરૂર અપનાવવા જોઈએ.
વધુ પડતો તીખો-તળેલો ખોરાક ન ખાઓ, તાણને કારણે પણ ગેસ થતો હોય છે તેથી પ્રસન્નચિત્ત રહો. તાણથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખો. ખાવાનું બરાબર ચાવીને ખાવું જોઈએ