દર મહીને બાળક ને જન્મ આપીને કરે છે વેચાણ ઓનલાઇન, તમે તે જાણીને દંગ રહી જશો…
આ અહેવાલનું હેડિંગ વાંચીને જ તમને હેરાની થતી હશે કે, આખરે એક મહિનામાં કોઈ બાળકને જન્મ આપી શકે ખરું? એવું ના જ હોઈ શકે, પણ કનેડાની એક યુવતી આ અશક્ય વાતને હકીકતમાં કરી રહી છે.
તે માત્ર 4 અઠવાડિયામાં જ હાથથી 1 બાળક બનાવી લે છે. જી હા…..થઈ ગયાને હેરાન… 49 વર્ષીય સુસન ગિબ્સ 2010થી આવી ડોલ્સ બનાવી રહી છે. જેને જોઈને સૌ કોઈ ચોંકી જાય છે.
આ મહિલા એવી ડોલ્સ બનાવે છે, જે દેખાવે હૂબહૂ માણસના બાળકના જેવા જ દેખાય છે. આ સિલિકોન બેબી ડોલ્સને રિબોર્ન નામ આપવામાં આવ્યું છે.
જેને જોઈને સૌ કોઈ એક પળ તો ગૂંચવાઈ જાય છે. આ ડોલ્સ બનાવ્યા બાદ સુસન તેનું ઓનલાઈન વેચાણ કરે છે.
કેનેડાની આર્ટિસ્ટ સુસન ગિબ્સ એવી ડોલ બનાવે છે, જેને જોઈને કહેવું મુશ્કેલ છે કે, તે કોઈ રમકડું છે. કારણ કે, આ ડોલ્સ બિલકુલ અસલી બાળકો જેવા દેખાય છે.
49 વર્ષીય આર્ટિસ્ટના આ સિલિકોન ડોલ્સ બનાવે છે. લોકો જેને જોઈને દંગ રહી જાય છે. જો કોઈને ખબર ના હોય કે, તે ડોલ છે, તો બધા તેને હકીકતમાં બાળક જ સમજી બેસે છે.
સુસન 2010માં આ ડૉલ્સ બનાવવાનું શરૂ કર્યુ હતું. જેનું નામ રિબોર્ન રાખ્યું હતું. હાલ, તેનું ધૂમ વેચાણ પણ થઈ રહ્યું છે.
સુસને પહેલીવાર આવી ડોલ્સ ઓનલાઈન જોઈ હતી. જેને ખરીદી પણ હતી. જો કે, એ ડોલ્સ ખૂબ મોંઘી હતી. એટલે તેણે જાતે જ આ ડોલ્સ બનાવવાનું નક્કી કર્યુ હતું.
જ્યારે તેણે પહેલી ડોલ બનાવી ત્યારે લોકોએ તેના ખૂબ વખાણ કર્યા હતા. પછી તેને આ સિલસિલો ચાલું રાખ્યો અને આવી અનેક સુંદર ડોલ બનાવી હતી. જેને જોઈને તેના મિત્રોએ તેને ઓનલાઈન વેચવાની સલાહ આપી હતી.
હાલ, સુસનના હાથે બનેલી આ ડોલ્સ ઓનલાઈન પર આશરે 6 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે. જેની લોકો વચ્ચે ખૂબ માગ છે.
1 ડોલ્સ બનાવવામાં સુસનને 4 અઠવાડિયા લાગે છે. તે ખૂબ ઝીણવટપૂર્વક તેનું કામ પુરૂ કરે છે.સુસન આ ડોલ્સ બનાવતી વખતે તેમની સાથે લાગણીથી જોડાઈ જાય છે. એટલે તેને ડોલ્સ વેચતી વખતે ઘણું દુઃખ થાય છે.
ડોલ્સની કિંમત વિશે વાત કરતાં સુસન જણાવે છે કે, ડૉલ્સની કિંમત તે ડોલ વપરાયેલા સામાનના આધારે નક્કી કરે છે.
આમ, આ મહિલા હુબહુ માણસના બાળકોના જેવી ડોલ્સ બનાવીને લાખો રૂપિયા કમાઈ રહી છે.