લસણ ફોલવાની આ ટ્રિક અપનાવશો તો ગણતરી સેકંડો મા લસણ ફોલાય જશે…
મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવતી વખતે લસણનો ઉપયોગ થતો હોય છે. લસણના ફોતરા ઉતારવા ઘણી સ્ત્રીઓને કંટાળાજનક પણ લાગતુ હોય છે.
આ કામ થોડી મહેનત અને સમય માંગી લેતુ કામ છે.
જો કે વધુ પડતુ લસણ ફોલવાનું હોય તો આંગળીના ટેરવા દુખવા માંડે છે. ત્યારે અમે લસણના ફોતરા ઉતારવાની એક ખાસ ટ્રિક લઈને આવ્યા છીએ.
જે માત્ર 20 સેકન્ડની મહેનતમાં જ એક આખુ લસણ ફોલી આપશે. આ રીતે ટાઈમ અને મહેનત બન્ને બચી જશે.
લસણ ફોલવાની ટ્રિક
સૌ પ્રથમ લસણને દબાવીને કળીઓ છુટી પાડી લો. પછી બે એકસરખી સાઈઝના સ્ટીલના બાઉલ લઈ લો. બન્નેને એકબીજા પર ઉંધા પાડી દો. અને વચ્ચે લસણની કળીઓ નાંખી દો.
હવે બાઉલને વચ્ચેના ભાગથી પકડીને 20 સેકન્ડ સુધી પુરી તાકાતથી હલાવતા રહો. જેથી કળીઓ બાઉલની દિવાલો સાથે સતત અથડાતી રહે.
20 સેકન્ડ બાદ બાઉલ ખોલીને જોશો તો કળીઓથી ફોતરા અલગ પડી ગયા હશે.