આ ઘરેલુ ઉપચાર અપનાવશો તો જલ્દી દુર થશે પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા, તો આજે જ તે જાણી લો….

સ્વાસ્થ્ય સબંધિત ઘણી એવી સમસ્યા હોય છે જે જોવામાં ખુબ જ વધારે નોર્મલ હોય છે, પરતું અસલ માં આ નાની નાની સમસ્યાઓ પણ ખુબ જ વધારે પરેશાન કરે છે. સવારે ઉઠીને બ્રશ કરવાની આદત તો દરેક લોકો ને હોય છે. દરેક લોકો સવારે ઉઠીને એમના દાંત ને ચમકાવવા માટે બ્રશ તો જરૂર કરે છે. એવામાં ઘણી વાર બ્રશ કરતા કરતા પેઢામાંથી લોહી નીકળે છે. જેનાથી આપણે ખુબ જ પરેશાન થઇ જઈએ છીએ,

પરતું આજે અમે તમને આ સમસ્યા ને દુર કરવા માટે અમુક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ એના અમુક ખાસ ઉપાય વિશે..

લવિંગ નું તેલ

દાંતો માં દર્દ અથવા પછી પેઢામાં સોજા માટે લવિંગ ના તેલ નો ઉપયોગ કરવામાં આવે છે. આ તેલથી આ સમસ્યા દુર થઇ જાય છે. જો બ્રશ કરતી વખતે તમને પેઢામાંથી લોહી નીકળવા લાગે તો રૂ ને લવિંગ ના તેલ માં ડુબાડીને એ જગ્યા પર લગાવવું, એવું કરીને પછી તમારે અમુક મિનીટ પછી હુફાળા પાણીથી મોં ધોઈ લેવું એટલે કે કોગળા કરી લેવા. એનાથી તમારી સમસ્યા દુર થઇ જશે. એ સિવાય તમે ઈચ્છો તો ત્રણ ચાર લવિંગ પણ દાંત ની નીચે દબાવી શકો છો.

સરસવ નું તેલ

સરસવ ના તેલથી ઘણા ફાયદા થાય છે. જો કોઈ વ્યક્તિ પેઢામાંથી લોહી નીકળવા થી પરેશાન હોય તો એમણે રાત્રે સુતા પહેલા ૧ ચમચી સરસવ ના તેલ માં થોડું મીઠું મિક્ષ કરીને દાંત અને પેઢા ની માલીશ કરવી જોઈએ, એવું કરવાથી તમને આ સમસ્યા માંથી છુટકારો મળી જશે. આવી રીતે તમારે અઠવાડિયા માં ત્રણ થી ચાર વાર કરવું જોઈએ, થોડા જ દિવસ માં તમારી આ સમસ્યા એકદમ દુર થઇ જશે.

એલોવેરા

એલોવેરા ના ફાયદા તો તમે ઘણા સાંભળ્યા હશે, પરતું શું તમે જાણો છો કે આ તમારા પેઢા ને મજબુત બનાવે છે. એવામાં તમારે એલોવેરા નો ઉપયોગ કરવો જોઈએ. એલોવેરા ને પેઢા પર લગાવવાથી પેઢા ખુબ જ મજબુત થાય છે. સાથે જ તમારું લોહી નીકળવાની પણ સમસ્યા પણ દુર થઇ જશે. એલોવેરા ના જેલ ને તમારે ત્રણ થી ચાર વાર જરૂર લગાવવું જોઈએ.

ફટકડી

જયારે પણ મોં માંથી લોહી આવે તો સૌથી પહેલા ફટકડીના પાણી ના કોગળા કરવા જોઈએ. ફટકડી માં રહેલા ગુણ પેઢા ને સ્વસ્થ બનાવે છે. સાથે જ લોહી ને રોકવા માં પણ મદદ કરે છે. એવામાં તમને ત્રણ થી ચાર વાર ફટકડી નું પાણી ના કોગળા કરવા જોઈએ, જેથી તમારી આ સમસ્યા દુર થઇ જાય.

મીઠું

મીઠા ના પાણીના કોગળા દિવસ માં ત્રણ થી ચાર વાર કરવા જોઈએ. એનાથી દર્દ ઓછુ થાય છે. સાથે જ પેઢા પણ ખુબ જ મજબુત બને છે. એટલા માટે મીઠા ના કોગળા કરવા જોઈએ જેથી પેઢામાંથી નીકળતા લોહીની સમસ્યા દુર થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *