પલાળેલા ચણા કાજુ-બદામ કરતા પણ છે અતિ-ગુણકારી, જાણો ચમત્કારિક ફાયદાઓ તમે પણ થઈ જશો ચકિત…

ફણગાવેલા ચણા બદામ કરતાં પણ વધુ ગણ કરે છે. ચણા ને આરોગ્ય માટે અત્યંત પોષક માનવામાં આવે છે. કાળા ચણા માં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાયબર, કેલ્શિયમ, અને આયર્ન રહેલું છે. ફણગાવેલા ચણા ખાવાથી મગજ તેજ થાય છે, અને તે પાચન શક્તિ સુધાંરે છે.

ફ્ણગાવેલા ચણા ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે.

ફણગાવેલા ચણા માં ફાઇબરની માત્રા હોય છે. ફાયબર વાળો ખોરાક ખાવાથી જમવાનું પચાવવામાં શરીરને કોઈ મુશ્કેલી થતી નથી.ચણા ખાવાથી પાચન તંત્ર મજબૂત બને છે. અને કબજિયાત, અપચો, ગેસ થતાં નથી.

ચણા ખાવાથી સ્થૂળતા આવતી નથી.

સવારે ઊઠીને પલાળેલા ચણા ખાવાથી અનેક ફાયદા થાઈ છે. ભીના ચણા ખાવાથી ભૂખ લાગતી નથી. પેટ ભરેલું લાગશે. સાંજે નાસ્તામાં શેકેલા ચણા ખાવા.

ચણા ખાવાથી રોગપ્રતિકારક મજબૂત બને છે.

ચણામાં ઘણા બધા વિટામિનો મળી આવે છે. માટે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ચણા માથી ફોસ્ફરસ પણ મળે છે. માટે આપણે બીમાર થતાં નથી. અને શરીરને રોગો સામે લડવાની તાકાત આપે છે.

ડાયાબિટીસ થતી નથી.

ડાયાબિટિશ ના દર્દી જો રોજ સવારે પલાળેલા ચણા ખાઈ તો ડાયાબિટીસ માં રાહત થાઈ છે. ચણા ખાવાથી શરીરમાં બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. ડોક્ટરો ડાયાબિટીસનાં દર્દીઓ ને ચણાખાવાનું કહે છે. આયુર્વેદમાં ચણાને મધુમેહ મારક કહેવામાં આવે છે. દરરોજ સવારે ભીના ચણા ખાવાથી ડાયાબિટિશ માં રાહત થાઈ છે.

ભીના ચણા ખાવાથી ખરજવું મટે છે.

ખરજવુંના રોગમાં પલાળેલા ચણા ખાવાથી ખૂબ ફાયદો થાઈ છે. 3 વર્ષ સુધી સતત ચણા ખાવાથી આ રોગ સંપૂર્ણપણે મટી જાઈ છે. ભીના ચણા રોજ ખાવાથી રક્તપિત્ત નો રોગ દૂર થાય છે.

ભીના ચણા ખાવાથી ગર્ભવતી સ્ત્રી ને ફાયદા થાઈ છે.

ભીના ચણા ખાવાથી ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ઉલટી થતી નથી. આવી સ્ત્રીઓને શેકેલા ચણાનું સત્તુ લીંબુ નાખીને પીવું. પરંતુ તે અધિક માત્રામાં હોય તો નુકશાન કરે છે.

ભીના ચણા ખાવાથી સુંદરતામા વધારો થાઈ છે.

ભીના ચણા ખાવાથી પાચન તંત્ર સુધરે છે. અને જો પાચન તંત્ર બરાબર હોય તો શરીરના અન્ય બીમારીઓ પણ દૂર થાય છે. અને તેથી તમારી સુંદરતા વધે છે. અને ત્વચા સુંદર બને છે. માટે આહારમાં ચણાનો સમાવેશ કરવો જોઇએ.

અસ્થમા નો રોગ મટાડે છે.

જે લોકો અસ્થમા રોગથી પીડાય છે તેને ચણા ના લોટ નો હલવો ખાવાથી રાહત થાઈ છે. અને સ્વાશ, દમ, ઉધરસ વગેરેમાં રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *