નીતુ અને રણબીર કપૂર પણ કોરોના પોઝિટિવ ! દીકરી રિદ્ધિમાએ ટ્વિટ કરી ને જણાવ્યુ…

નીતુ અને રણબીર કપૂર પણ કોરોના પોઝિટિવ ! દીકરી રિદ્ધિમાએ ટ્વિટ કરી ને જણાવ્યુ…
Spread the love

મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ બોલિવૂડ કોરિડોરમાં હલચલ મચી જવા પામી છે. બન્ને એકટર્સ નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. આ વચ્ચે કોઇ ટ્વિટર યૂઝરે રણબીર કપૂર, નીતુ કપૂર, કરણ જોહર, રિદ્ગિમા કપૂર સહિતના લોકોને કોરોના પોઝિટિવ હોવાની ખબર શેર કરી હતી. આ ખબરને ફેક ગણાવતા રિદ્ધિમાંએ તેનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનને શનિવારે રાતે ટ્વિટ કરી તેના કોરોના પોઝિટવ હોવાની જાણકારી શેર કરી હતી. તેણે કહ્યું હતું કે હું કોવિડ પોઝિટિવ છું, હોસ્પિટલમાં છું. હોસ્પિટલ ઓથોરિટીને સૂચના આપી રહી છે. પરિવાર અને સ્ટાફનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે. ગત 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તો તે લોકોને અનુરોધ કરું છું કે તે પણ ટેસ્ટ કરાવી લે.

અમિતાભને કોરોના પોઝિટિવ આવ્યા પછી અભિષેકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અભિનેતાએ ટ્વિટ કરીને કહ્યું કે હું અને મારા બન્ને કોરોના પોઝિટિવ છીએ. અમારા બન્નેમાં હળવા લક્ષણ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે જરૂરી ઓથોરિટીને સૂચના આપી દીધી છે અને અમારા પરિવાર અને સ્ટાફનો પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હું તમને દરેક લોકોને શાંત રહેવા અને ન ગભરાવવા માટે આગ્રહ કરું છું આભાર..

ઉલ્લેખનીય છે કે બન્ને અમિતાભ અને અભિષેકનો રેપિડ એન્ટીજેન ટેસ્ટ થયો હતો જેમા તે પોઝિટિવ હતા. બન્નેનો આરટી પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે જેના રિપોર્ટ હાલ આવવાના બાકી છે. ફેન્સ અમિતાભ અને અભિષેકની કુશળતાની કામના કરી રહ્યા છે.

rajesh patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *