આ છે નીતા અંબાણી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો, તમને તે જાણીને નવાઇ લાગશે…
માત્ર ભારત જ નહીં, પરંતુ એશિયાની સૌથી પાવરફુલ બિઝનેસવુમનના લિસ્ટમાં ટોપ પર શામેલ નીતા અંબાણીને આજે દરેક વ્યક્તિ ઓળખે છે. નીતા દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની છે.
નીતાનો પોત્તાનો પણ બિઝનેસ છે અને તે લોકપ્રિયતાની બાબતમાં કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી. નીતા અંબાણી ભલે આજે એક સફળ અને લોકપ્રિય બિઝનેસવુમન છે, પરંતુ તે મુકેશ અંબાણી સાથે લગ્ન અને આટલી અમીરી પહેલા એક ખૂબ જ સાધારણ લાઈફ ફોલો કરતી હતી.
આટલું જ નહીં નીતાનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ એકદમ સિમ્પ્લ હતું. તો આજે અમે તમને આ આર્ટિકલમાં નીતા અંબાણી સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ જણાવવા જઈ રહ્યા છીએ.
આ છે નીતા અંબાણી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો:
એશિયાની સૌથી અમીર બિઝનેસવુમન બની ચૂકેલી નીતાનો જન્મ 1 નવેમ્બર 1963 ના રોજ મુંબઈમાં રવિન્દ્રભાઇ દલાલ અને પૂર્ણીમા દલાલના ઘરે થયો હતો. એક સામાન્ય કુટુંબમાં જન્મ્યા પછી, નીતાનું બાળપણ પણ ખૂબ સરળ રીતે પસાર થયું.
બાળપણથી નીતાનો ઝુકાવ ભરતનાટ્યમ તરફ હતો અને તેણે માત્ર 5 વર્ષની ઉંમરે જ ભરતનાટ્યમ શીખવાનું નક્કી કર્યું હતું. તેણે ઘણા સ્ટેજ શોમાં ભાગ લીધો અને પોતાની પ્રતિભાની ઓળખ આપી હતી.
નીતાએ શાળાકીય શિક્ષણ પછી નરસી મોંજી કોલેજ ઓફ કોમર્સ અને ઇકોનોમિક્સમાંથી કોમર્સ સ્ટ્રીમમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યાર પછી તેણે બાળકોને ટ્યુશન આપવાનું કામ શરૂ કર્યું.
જણાવી દઇએ કે નીતા આજે પણ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોના ક્લાસ લે છે. એવું કહેવામાં આવે છે કે નીતાને શાળામાં બાળકો સાથે સમય પસાર કરવો ખૂબ પસંદ છે.
જોકે જ્યારે નીતાના લગ્ન મુકેશ સાથે થયાં ત્યારે તે માત્ર 21 વર્ષની હતી. જણાવી દઈએ કે 8 માર્ચ, 1985 ના રોજ મુકેશ અને નીતા બંને લગ્ન બંધનમાં બંધાયા હતા અને હવે બંનેના લગ્નને 35 વર્ષથી વધુનો સમય થઈ ચુક્યો છે.
જોકે નીતા અને મુકેશની ઉંમર વચ્ચે 7 વર્ષનું અંતર છે. અને એક તરફ નીતા 57 વર્ષની હોવા છતાં પણ ઘણી ફીટ છે, ત્યારે મુકેશ અંબાણી હવે 64 વર્ષના થઈ ગયા છે.
નીતાનું ફિટ રહેવાનું રહસ્ય તેની વ્યસ્ત દિનચર્યા છે. વ્યસ્ત રહો અને મસ્ત રહો વાળી કહેવત નીતા અંબાણી પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે નીતા આજે પણ રોજ કસરત કરવા માટે સમય કાઢે છે. આ સિવાય તેને સ્વિમિંગ અને ક્લાસિકલ ડાન્સ કરવો પણ ખૂબ પસંદ છે. લક્ઝરી અને ગ્લેમરસ લાઈફસ્ટાઈલ ફોલો કરનારી નીતા અંબાણી ખૂબ જ ધાર્મિક છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને ગણપતિ બાપ્પા પર તેને અપાર વિશ્વાસ છે. આ જ કારણ છે કે મુકેશ અને નીતા અંબાણી તેમના ઘરે દર વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.
જણાવી દઈએ કે નીતા અને મુકેશને ત્રણ સંતાન છે. જેમાં 2 પુત્ર અનંત અને આકાશ છે, જ્યારે એક પુત્રી ઇશા છે. આકાશ અને ઇશા તેમના પિતા સાથે બિઝનેસ સાથે સંકળાયેલા છે. અને અનંત તેની માતા સાથે આઈપીએલની ફ્રેન્ચાઇઝ ટીમ મુંબઇ ઇન્ડિયન્સની દેખરેખ રાખે છે.
નીતા અંબાણી તે મહિલાઓ માટે એક રોલ મોડેલ છે જેઓ બિઝનેસ સાથે પરિવારનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે. જણાવી દઈએ કે નીતાએ તેના સહયોગી અને પરોપકારી કાર્યો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ બનાવી છે.