આ ઉપાયો કરશો તો નાણાભીડ માંથી મળશે મુક્તિ, અને જીવનમાં આવશે સુખ શાંતિ….

આપણે બધા જાણીએ જ છીએ કે મનુષ્ય જીવન ખુબ જ વિચિત્ર છે છતાં પણ લોકો સાંસારિક જીવન જીવવાનું જ પસંદ કરે છે. દરેક લોકોને એમના જીવનમાં ઘણા પ્રકારના ઉતાર ચઢાવ નો અનુભવ થાય જ છે. જેમાં સુખ દુઃખ પણ આવતા રહે છે. જીવનમાં ક્યારેક એવો પણ સમય આવે છે જયારે કરજ લેવાની જરૂર પડે છે. જેના લીધે આપણને જીવન જીવવું મુશ્કિલ બની જાય છે. લોકો ઘણી વાર એવા ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે જેમાંથી તે નીકળી શકતા નથી. આ કારણે ઘણા વ્યક્તિને ઊંઘ પણ આવતી નથી.

આમ તો વેપારી લોકો અને ખેડૂતો કર્જ વધારે લેતા હોય છે અને એ કર્જ ચુકવતા રહે છે. પણ જયારે સામાન્ય લોકો એક વખત કર્જના ચક્કરમાં ફસાઈ જાય છે, તો ઘણા સમય સુધી આ કરજ ચૂકવી શકતા નથી અને મુક્તિ પણ મળી શકતી નથી. જો આપણે ઈમાનદારીથી કામ કરતા હોઈએ તો જરૂર આપણું કર્જ ચૂકવાય જાય છે

 

આજે અમે તમને એવા જ કર્જમાંથી નીકળવા માટે ના ઉપાય જણાવીશું. જે તમને કર્જ માંથી મુક્તિ અપાવશે.જે ખુબ જ સરળ અને સચોટ ઉપાય છે, જેનાથી તમને જરૂર રાહત મળશે. એવું હંમેશા જોવામાં આવે છે કે દરેક વ્યક્તિને કોઈને કોઈ કારણથી પૈસાની જરૂર પડે છે. તો ચાલો જાણીએ એના 3 ઉપાય વિશે..

૧. આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ એક નારીયેળ લઈને પછી એક રક્ષા સૂત્ર જે પરિવારના સૌથી લાંબા વ્યક્તિના માપનું હોવું જોઈએ અને થોડું કંકુ લેવું અને એ પણ દેશી ઘી માં પલાળેલું હોવું જોઈએ. હવે આ કંકુથી આ નારીયેલ ઉપર એક સાથીયો બનાવવો અને તેની ઉપર રક્ષા સૂત્રને લપેટવાનું અને લપેટતા લપેટતા એ સંકલ્પ કરવાનો કે તમારી ઉપર જેટલું પણ કર્જ છે એ બધું કર્જ વહેલામાં વહેલી તકે પૂરું થઇ જાય.

એ મનોકામના પછી આ નારીયેલને સ્વચ્છ પાણીમાં પધરાવી દેવું. એક વાતનું ખુબ જ ધ્યાન રાખવાનું છે કે આ ઉપાયને મંગળવારના દિવસે જ થવો જોઈએ. કર્જ માંથી છુટકારો મેળવવા માટે મંગળવારના દિવસે પૂજા, હવન અને જાપ વગેરે કરવા જોઈએ. દરરોજ હનુમાન અષ્ટકના પાઠ કરવા. જો શક્ય ન હોય તો દરેક મંગળવારે સાત વાર હનુમાન અષ્ટકના પાઠ કરવા કર્જનું વ્યાજ મંગળવારના દિવસે જ આપવું જેથી ઋણ જલ્દી દુર થઇ જાય છે.

૨. દર સોમવારના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન શિવ પર પાણી ચડાવવું અને દીપ પ્રગટાવું અને ઉપવાસ પણ કરવાનો રહેશે.. તેનાથી તમને જલ્દી જ કર્જમાંથી મુક્તિ મળી જશે.

૩. ઘણા વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ ખરાબ હોવાના કારણે જ આર્થિક સ્થિતિ આવે છે જેના લીધે એ ખુબ જ કર્જમાં ડૂબી જાય છે. તો એના માટે ગ્રહોની શાંતિના પ્રયાસ જરૂર કરવા જેના કારણે તમે કર્જમાંથી મુક્તિ મેળવી શકશો. એના સિવાય ઋણમોચન મંગળ સ્ત્રોતના પાઠ કરવાથી પણ કરજ માંથી મુક્તિ મળી શકે છે, અને જીવનમાં ક્યારેય આ સમસ્યાનો સામનો નહિ કરવો પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *