
શાસ્ત્રો મા દરેક કાર્ય માટે અલગ-અલગ મંત્રો નો ઉલ્લેખ કરવા મા આવ્યા છે. તો આજે અમે તમને હજુ એક વિશિષ્ટ મંત્ર વિશે જણાવીશુ. જેનુ ઉચ્ચારણ તમે નહાતા સમયે કરશો તો તમને તીર્થસ્નાન કર્યા જેટલુ પુણ્ય પ્રાપ્ત થશે. આ મંત્ર નીચે મુજબ છે.
“ ગંગે ચ યમુનૈ ચૈવ ગોદાવરી સરસ્વતિ
નર્મદે સિંધુ કાવેરી જલડસ્મિન્સન્નિધિં કરુ”
જો આપણા શાસ્ત્રો મા સ્નાન ના અનેકવિધ પ્રકારો વિશે ઉલ્લેખ કરવા મા આવે છે. જો સ્નાન બ્રહ્મમહુર્ત ના પ્રભુ નુ સ્મરણ કરતા-કરતા કરવા મા આવે તો તેને બ્રહ્મસ્નાન તરીકે ઓળખવા મા આવે છે. આ ઉપરાંત સૂર્યોદય પૂર્વે નદી ના તટ પર પ્રભુ ના નામ નુ સ્મરણ કરી ને જે સ્નાન કરવા મા આવે તેને દેવસ્નાન તરીકે ઓળખવા મા આવે છે.
વહેલી પરોઢે જ્યારે અવકાશ મા હજુ પણ તારલા દેખાઈ રહ્યા હોય ત્યારે જે સ્નાન કરવા મા આવે તેને ઋષિ સ્નાન તરીકે ઓળખવા મા આવે છે. જો સૂર્યોદય પશ્ચાત જે સ્નાન કરવા મા આવે તેને માનવ સ્નાન કહેવા મા આવે છે. જો સૂર્ય ઉદય થઈ ગયા બાદ સવાર નો ચા-નાસ્તો કરી ને ૮-૯ વાગ્યા ના સમય ની આસપાસ સ્નાન કરો છો તે સ્નાન દાનવ સ્નાન તરીકે ઓળખવા મા આવે છે.
શાસ્ત્રો મુજબ બ્રહ્મસ્નાન , દેવસ્નાન તથા ઋષિસ્નાન એ શ્રેષ્ઠ સ્નાન ગણાય છે. સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ ના દિવસો સિવાય ક્યારેય પણ રાત્રિ ના સમયે ના કરવુ જોઈએ.
સ્નાન ના સાત પ્રકાર હોય છે :
૧- મંત્ર સ્નાન–‘आपो हिष्ठा’ વગેરે મંત્રો થી વિક્ષેપ કરવું.
૨-અગ્નિ સ્નાન:અગ્નિ ની રાખ પુરા શરીર માં લગાવવી જેને ભસ્મ સ્નાન કહેવાય છે.
૩-ભોમ સ્નાન–પુરા શરીર માં માટી લગાવવાને ભોંમ સ્નાન કહેવામાં આવે છે.
૪-ઉત્તર-પશ્ચિમ સ્નાન– ગાય ની ખોપરી ની રાખ ને લગાવવાને ઉત્તરપશ્ચિમ સ્નાન કહેવામાં આવે છે.
5-માનસિક સ્નાન– આત્મ-વિચાર તથા નીચેના મંત્ર
” ऊॅ अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोपि वा।
यः स्मरेत् पुण्डरीकाक्षं स बाह्रााभ्यन्तरः शुचि।।
अतिनीलघनश्यामं नलिनायतलोचनम्।
स्मरामि पुण्डरीकाक्षं तेन स्नातो भवाम्यहम्ं।।
ને વાંચીને તમારા શરીર પર પાણી નાખવાને માનસિક સ્નાન કહેવામાં આવે છે.
૬-વરૂણ સ્નાન –પાણી માં ડૂબકી લગાવીને સ્નાન કરે તેને વરૂણ સ્નાન કહેવામાં આવે છે.
૭- દિવ્ય સ્નાન –સૂર્ય ના કિરણો માં વરસાદ ના પાણી થી સ્નાન કરવું એને દિવ્ય સ્નાન કહેવામાં આવે છે. આ બધા સ્નાન કર્યા પછી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. કહેવાય છે કે જે દરરોજ આવા સ્નાન કરે છે એના જીવન માં બધું સારું થાય છે.