મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયામા વીડિયો થયો વાયરલ, લોકો બોલ્યા કે…
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. હસીને તાજેતરમાં એક વિડિઓ શેર કર્યો છે જેના પર લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે.
તમને જણાવીએ કે શમી અને હસીન છેલ્લા કેટલાક સમયથી અલગ રહે છે. બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યા છે. તેણે તેના પતિ પર છેતરપિંડી સહિત અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારથી તે બંને અલગ રહે છે. તેમને એક પુત્રી પણ છે.
શમીએ તાજેતરમાં રોહિત શર્મા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને ત્રણ વખત આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો છે.
શમી અને હસીનની પહેલી મુલાકાત 2012 માં થઈ હતી. આ પછી બંનેએ 2014 માં લગ્ન કર્યા હતા. બંને 4 વર્ષ બાદ 2018 માં અલગ થઈ ગયા હતા. જો કે, તેઓએ હજી સુધી સત્તાવાર રીતે છૂટાછેડા લીધા નથી.
તમને જણાવીએ કે હસીન જહાંએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગ્લેમરસ વીડિયો શેર કરતા લખ્યું કે ઓલરાઇટ અને પ્રિન્સેસ વાળી ઇમોજી શેર કરી છે.
આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. આ વીડિયો શેર કર્યા બાદ ઘણા ફેન્સ તેના વિરુદ્ધમાં કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું શમી પર ખોટા આરોપ લગાવે છે અને પોતાની હરકત આવી છે.
એક બીજા યૂઝરે લખ્યું કે જો તું શમી જોડે બરાબર રહી હોત તો આજે તેની સાથે દુબઇમાં હોત પરંતુ શુ કરીએ જ્યારે કાળા પર પથ્થર પડી જાય તો આ રીતે ટાઇમ પાસ કરો.
તો એક યૂઝરે લખ્યું કે તે જ શમીનું જીવન ખરાબ કરી છે. તો એકે લખ્યું કે ડિપ્રેશનમાં આવું જ થાય છે.