મેથીના દાણાના છે અદભુત ફાયદાઓ, તેના ફાયદાઓ જાણી લેશો તો આજથી જ શરૂ કરી દેશો તેનું સેવન
મેથીના દાણા એક પ્રકારની જડીબુટ્ટી છે જેનું સેવન દરેક પ્રકારની બિમારીઓને ઇલાજ માટે કરવામાં આવે છે. મેથીના દાણામાં એવા ઘણા ઔષધીય ગુણો રહેલા હોય છે, જેના કારણે આર્યુવેદમાં તેનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે.
મેથી સ્વાદમાં થોડી કડવી હોય છે પરંતુ તેના ફાયદા અઢળક છે. આયુર્વેદ પ્રમાણે મેથીના દાણા સ્વાદમાં કડવા, તીખા, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવા, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે તત્વો આવશ્યક માત્રામાં રહેલાં છે. તો આજે આપણે આ નાનકડા દાણાના મસમોટા ફાયદા જોઇએ.
મેથીના દાણાના ફાયદા
સવારે નિયમિત ભૂખ્યા પેટે મેથીના દાણા ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. જેનાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે.
મેથીના દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોવાથી તે આપણા શરીરનો કચરો બહાર કાઢે છે, જેના કારણે પાચનક્રિયા સુધરે છે.
મેથીના દાણામાં એન્ટીબેકટેરિયલ પ્રોટીન રહેલા હોવાથી વાયરલ ઈન્ફેક્શનથી બચાવે છે.
મેથીના દાણામાં ઍમિનો ઍસિડ હોય છે. આ ઍમિનો ઍસિડ શરીરમાં ઈન્સુલિનનાં લેવલને જાળવી રાખે છે. તેનાથી ડાયાબીટિસ થવાની શક્યતા ઘણી ઓછી રહે છે.
મેથીના દાણામાં ફાઈબર વધુ પ્રમાણમાં મળી આવે છે. અને તેનો નિયમિત ભોજનમાં ઉપયોગ કરવાથી તે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે
મેથી વાયુને દૂર ભગાડે છે અને ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.