બિગ બી ના બાળપણનો રોલ ભજવનાર એક્ટર થઇ ગયો છે મોટો, હાલ કરે છે આ કામ….
બિગ બી ના બાળપણનો રોલ ભજવનાર એક્ટર થઇ ગયો છે મોટો, મહાભારતથી લઈને આ ફિલ્મમાં કર્યું છે કામ. અમિતાભ બચ્ચનની સેંકડો ફિલ્મોમાં તેના અભિનયની જાદુ પાથર્યો છે. ઘણી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનના બાળપણની ભૂમિકા ઘણા કલાકારોએ નિભાવી છે. આમ તો આ બધા બાળ કલાકારોમાં સૌથી પહેલા કોઈ ચહેરો આપણા ધ્યાન ઉપર આવ્યો છે, તો તે છે મયુર રાજ વર્માનો. મયુર રાજ વર્માએ 70 અને 80 ના દશકમાં ફિલ્મોમાં અમિતાભના બાળપણનું પાત્ર નિભાવવા માટે મોટાભાગે લેવામાં આવતા હતા. તે સમયે બાળ કલાકારોમાં તે સૌથી વધુ ફી લેવા વાળા બાળ કલાકાર હતા.
અમિતાભ બચ્ચનની બાળપણની ભૂમિકા મયુર એટલી સારી રીતે ફિલ્મોમાં ભજવતા હતા કે લોકો તેને જુનીયર અમિતાભના નામથી બોલાવવા લાગ્યા હતા. અમિતાભ બચ્ચનનું બાળપણ મયુરના અભિનયમાં સ્પષ્ટ જોવા મળતું હતું. ન માત્ર તેની હેયર સ્ટાઈલ અમિતાભ બચ્ચન જેવી હતી, પરંતુ તેનો ચહેરો પણ અમિતાભ જેવો જ દેખાતો હતો. ત્યાં સુધી કે તેનો અભિનય પણ અમિતાભ સાથે મળતો આવતો હતો.
મુકદ્દર કા સિકંદરથી કરી હતી શરુઆત :
આમ તો તે અભિનેતા હાલમાં ક્યા અને શું કરી રહ્યા છે, તેના વિષે જાણીને તમને ઘણી નવાઈ લાગશે. અમિતાભ બચ્ચનની ફિલ્મ મુકદ્દર કા સિકંદરથી જ તેની ફિલ્મી કારકિર્દીની શરુઆત કરવા વાળા મયુર રાજ વર્મા વિષે અહિયાં અમે તમને જણાવી રહ્યા છીએ.
મુકદ્દર કા સિકંદર ભારતીય સિનેમાની સૌથી યાદગાર ફિલ્મો માંથી એક છે. આ ફિલ્મમાં મયુર રાજ વર્માએ પહેલી વખત અમિતાભ બચ્ચનની બાળપણની ભૂમિકા ભજવી હતી. તેમણે એટલી જોરદાર એક્ટિંગ કરી હતી કે દર્શક તેને અમિતાભ બચ્ચન તરીકે જ જોવા લાગ્યા હતા. આ ફિલ્મે મયુરને રાતો-રાત સ્ટાર બનાવી દીધો હતો. ત્યાર પછી તો અમિતાભની દરેક ફિલ્મમાં તેના બાળપણનું પાત્ર ભજવવા માટે તેને જ લેવામાં આવવા લાગ્યા હતા.
ત્યાર પછીથી જ તો મયુર રાજ વર્માની લોકપ્રિયતા દર્શકોમાં ઘણી વધવા લાગી હતી. ફિલ્મ લાવારીસમાં પણ મયુરને જ અમિતાભના બાળપણની ભૂમિકા ભજવવાની તક મળી હતી. તે ઉપરાંત જયારે 1984માં ફિલ્મ શરાબી આવી, તો તેમાં પણ અમિતાભ સાથે કામ કરવાની તક મયુરને જ મળી હતી.
પ્રકાશ મેહરાએ આપી તક :
અમિતાભ બચ્ચનની બાળપણની ભૂમિકા ભજવનારા મયુરે 1967 માં જન્મ લીધો હતો. તેની માં નું નામ સ્નેહ લતા વર્મા હતું, જે ફિલ્મો માટે કહાનીઓ લખતી હતી. તેની મનથી ઈચ્છા હતી કે તેનો દીકરો ફિલ્મોમાં કામ કરે. તેના માટે તે સતત પ્રયત્ન પણ કરતી રહેતી હતી. તેવામાં એક વખત તેણે પત્રકાર બનવાનું નાટક કર્યું અને નિર્માતાઓને ઈન્ટરવ્યું માટે મળવાનું શરુ કરી દીધું.
તે દરમિયાન તેના દીકરાની તસ્વીર પણ તે ફિલ્મ નિર્માતાને દેખાડી દેતી હતી. આ રીતે એક વખત જયારે પ્રકાશ મેહરાને ઈન્ટરવ્યું બાબતે મળી અને તેને તેના દીકરા મયુરના ફોટા દેખાડ્યા, તો પ્રકાશ મેહરાએ મયુરને તેની ફિલ્મમાં લઇ લીધો.
મયુર મોટા થયા તો મહાભારતમાં તેમણે અભિમન્યુનું પાત્ર ભજવ્યું. આ પાત્ર માટે ગોવિંદા અને ચિંકી પાંડેને પણ ના કહી દેવામાં આવી હતી. ફિલ્મ ‘યે રાસ્તે હૈ પ્યાર કે’ અને ‘ધર્મ અધિકારી’ માં તેમણે કામ કર્યું. અભિનેત્રી અનુરાધા પટેલ સાથે તેનું નામ પણ એક વખત જોડાયું હતું. આમ તો તેના રસ્તા પાછળથી અલગ થઇ ગયા હતા.
આ દિવસોમાં અહિયાં છે મયુર :
એક સમય મયુરના જીવનમાં એવો પણ આપ્યો, જયારે તે સંપૂર્ણ રીતે ગુમ થઇ ગયો હતો. કોઈને પણ ખબર ન હતી કે ખરેખર મયુર રાજ વર્મા ગયા ક્યાં. મયુર હાલના દિવસોમાં ઇંગ્લેન્ડના વેલ્સમાં રહીને તેની પત્ની સાથે ઇંડિયાના નામે એક રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. ત્યાં તે એક પ્રસિદ્ધ વેપારી બની ગયા છે.
મયુરની પત્નીનું નામ નુરી છે, જે એક લોકપ્રિય શેફ છે. વેલ્સમાં મયુર લોકોને બોલીવુડ વિષે જણાવીને તેના માટે અભિનયના કલાસ અને વર્કશોપ પણ લે છે. મયુરને બે બાળકો છે. ત્યાં તેનો કરોડોનો વેપાર છે.