બોલીવુડની આ હિરોઇનો ના મંગલસૂત્રો છે ખુબ જ ચર્ચામા, જાણો શુ છે હક્કિત ???

આપણા બોલીવુડમાં એકથી એક ચઢિયાતી સુંદર અભિનેત્રીઓ છે અને જ્યારે વાત આવે છે આ અભિનેત્રીઓના રિયલ બ્રાઈડલ લુકની તો તે ખૂબ જ કમાલની હોય છે અને બ્રાઈડલ લુક આ અભિનેત્રીઓની સુંદરતામાં વધારો કરે છે. લગ્નમાં જે રીતે આ અભિનેત્રીના બ્રાઈડલ લુકની દરેક બાજુ ચર્ચા થાય છે, તે જ રીતે તેમના મંગલસૂત્ર વિશે પણ ખૂબ ચર્ચા થાય છે અને આજે અમે તમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીની કેટલીક સુંદર અભિનેત્રીઓના મંગલસૂત્ર વિશે જણાવી રહ્યા છીએ, જે ખૂબ વાયરલ થયા હતા.

ગૌહર ખાન:

તાજેતરમાં જ ઝૈદ દરબાર સાથે લગ્નના બંધનમાં બંધાયેલી ગૌહર ખાનનો બ્રાઈડલ લુક ચર્ચામાં રહ્યો હતો. જણાવી દઈએ કે ગૌહર ખાન ભલે ટ્રેડિશનલ લુકમાં હોય કે પછી વેસ્ટર્ન તેના ગળામાં હંમેશા મંગલસૂત્ર જોવા મળે છે અને તેનું મંગલસૂત્ર બ્લેક બીડ્સ અને ગોલ્ડ ચેન ઉપરાંત ચોરસ શેપના ડાયમંડથી બનેલું છે જે ખૂબ જ સુંદર છે.

સોનમ કપૂર:

બોલીવુડની અભિનેત્રી સોનમ કપૂરના લગ્ન પણ બોલીવુડના સૌથી ચર્ચિત લગ્ન માંના એક રહ્યા હતા અને તેણે આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા અને જણાવી દઈએ કે સોનમ કપૂરે પોતાનું મંગલસૂત્ર પોતે જ ડિઝાઇન કર્યું હતું, જેમાં તેણે આનંદ આહુજાની જોડિએક સાઈન બનાવી હતી અને સાથે જ તેના મંગલસૂત્રની વચ્ચે સોલિટેયર પણ હતું. જણાવી દઈએ કે સોનમ કપૂર તેના મંગલસૂત્રને લઈને એટલા માટે ટ્રોલ થઈ હતી કારણ કે તેણે લગ્ન પછી પોતાનું મંગલસૂત્ર ગળામાં નહિં પરંતુ હાથમાં પહેર્યું હતું આને આ કારણે લોકોએ તેના માટે ગુસ્સો પણ કર્યો હતો.

શિલ્પા શેટ્ટી:

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી જે પોતાના લુક અને સ્ટાઈલ માટે જાણીતી છે અને તેણે પ્રખ્યાત બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે અને વાત કરીએ તેના મંગલસૂત્રની તો તેનું મંગલસૂત્ર બ્લેક બીડ્સની નાની ચેન સાથે ડાયમંડનું ચોકર ટાઈપ બનેલું છે અને તેની કિંમત લગભગ 3 લાખ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પ્રિયંકા ચોપડા:

બોલીવુડની દેશી ગર્લ જે નિક જોનાસ સાથે લગ્ન કરીને વિદેશી બની ગઈ છે અને પ્રિયંકાનો બ્રાઇડલ લૂક ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો અને બ્લેક બીડ્સની વચ્ચે લગાવેલા મોટા ડાયમંડથી બનેલા તેના મંગલસૂત્રએ પણ દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું હતું, અને પ્રિયંકાએ પણ તેના મંગલસૂત્ર વિશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના માટે સૌથી મહત્વપૂર્ણ ઘરેણું તેનું મંગલસૂત્ર જ છે અને તે તેના માટે સૌથી કિંમતી છે.

અનુષ્કા શર્મા:

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનું મંગલસૂત્ર પણ ચર્ચામાં રહ્યું હતું અને તેના મંગલસૂત્રની કિંમત આશરે 52 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવ્યું છે અને અનુષ્કાનું મંગલસૂત્ર ખૂબ સુંદર છે.

દીપિકા પાદુકોણ:

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને દીપિકાનું મંગલસૂત્ર પણ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું હતું અને તેના મંગલસૂત્રમાં બ્લેક બીડ્સની વચ્ચે એક મોટો ડાયમંડ લગાવવામાં આવ્યો હતો જે ખૂબ જ સુંદર લાગે છે.

કાજલ અગ્રવાલ:

ગયા વર્ષે લગ્નમાં બંધાયેલી કાજલ અગ્રવાલના મંગલસુત્રની ડિઝાઇન પણ દીપિકાના મંગલસુત્ર જેવી છે, પરંતુ તેના મંગલસૂત્રમાં લગાવવામાં આવેલા ડાયમંડની સાઈઝ થોડી મોટી છે જે ખૂબ જ સુંદર લાગે છે.

એશ્વર્યા રાય:

બોલિવૂડની બ્યુટી ક્વીન એશ્વર્યા રાયનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને એશ્વર્યાનું મંગલસૂત્ર પણ ચર્ચાનો વિષય બન્યું હતું અને તેના મંગલસૂત્રની કિંમત લગભગ 45 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *