માનાજી રાવ ગાયકવાડે બહુચર માતાને ભેટ ધરેલો 250 કરોડનો હાર પહેરાવાયો ! 300 વર્ષ જુની પરંપરા એવી કે જાણીને તમે પણ ચોકી જશો..

Spread the love

આપણે બધા સમય સમય પર જાણીએ છીએ કે ભક્તો મંદિરોમાં માતા અથવા ભગવાનને ભેટ આપે છે. તાજેતરની ઘટનાઓએ ઘણા લોકોમાં જિજ્ઞાસા અને ગર્વ જગાવ્યો છે. બહુચરાજી મંદિર દેશમાં એકમાત્ર એવું છે કે જેની પાસે 250 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો નવલખો હાર છે. માનાજી રાવ ગાયકવાડે ઘણા વર્ષો પહેલા બહુચર માતાજીને આ નવલખાનો હાર ભેટમાં આપ્યો હતો. દર વર્ષે દશેરાના દિવસે માતાજીને પાલખીયાત્રામાં હાર પહેરાવવામાં આવે છે.

શુભ તહેવાર દશેરા એ ભક્તો માટે આ નવલખા હાર જોવાની તક છે. આ નવલખા નેકલેસની ખાસિયતો અને કિંમત વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

બહુચર માતાજી, બહુચર માતાજીને નવલખાનો હાર પહેરાવવાની 300 વર્ષ જૂની પરંપરાને તાજેતરમાં નવલેખી નવ દ્વારા દશેરાના દિવસે પરંપરાગત પાલખીયાત્રામાં પુનઃજીવિત કરવામાં આવી હતી. માતાજી પાલખીયાત્રા દરમિયાન ગળામાં માળા પહેરનાર ભક્તોને દર્શન આપે છે. પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવે છે. નવલખા હારની પાલખીયાત્રા દરમિયાન મોટા પોલીસ દળની હાજરી સૌથી મહત્વની છે.

ભાગ્યે જ લોકો જાણતા હશે કે, બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર છેલ્લાં 300 કરતાં વધારે વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે તેમજ બહુચરાજી મંદિરમાં માતાજીને નિતનવાં આભૂષણો પહેરાવવાની ગાયકવાડ સમયથી પરંપરા ચાલી આવે છે, માતાજીના તમામ આભૂષણોમાં મૂલ્યવાન હોય તો તે નવલખો હાર છે.

મંદિરના ટ્રસ્ટી નરેશભાઈ ઠક્કરના જણાવ્યા અનુસાર આઠ વર્ષ અગાઉ ઝવેરીઓએ આંકેલી કિંમત મુજબ નવલખો હાર રૂપિયા 250 કરોડથી વધુ કિંમત છે.

નવલખા હારની વિશેષતા વિષે જાણીએ તો હારમાં 6 કીમતી નીલમ અને પોખરાજ જડવામાં આવેલા છે તેમજ 50 કરતાં વધુ હીરા ટાંકવામાં આવ્યા છે. નવલખા હારના પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડો રૂપિયામાં અંકાય છે, તેના કારણે જ નવલખા હારને આખા વર્ષ દરમિયાન મંદિર ટ્રસ્ટ સલામત સ્થળે રાખે છે.

દશેરાના દિવસે મંદિરના ત્રણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નવલખા હારને માતાજીના શણગારમાં લાવવામાં આવે છે. આ નવલખા હારનાં દર્શન કરીને માઈભક્તો ધન્ય થાય છે. માતાજીની પાલખીયાત્રા નીકળે ત્યારે માતાજીને આપવામાં આવતું ગાર્ડ ઓફ ઓનર પણ અનોખી ક્ષણો બની જાય છે.તમે પણ માતાજીને આ રૂપમાં જોઈને ધન્યતા અનુભવી શકશો.

Leave a Reply

Your email address will not be published.