બોલીવુડ ની અભિનેત્રી મલાઈકા એ કરાવ્યું રોયલ સ્ટાઈલમાં ફોટોશૂટ, જુવો તસવીરોમાં તેની બોલ્ડ સ્ટાઈલ…
બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ 45 વર્ષની ઉંમર પાર કરી ચુકી છે છતાં પણ તેમની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નથી. આવી જ એક અભિનેત્રી મલાઈકા અરોરા છે જેણે પોતાની ઉંમરના 46 વર્ષ પૂરા કર્યા છે. આ ઉંમરમાં પણ મલાઈકા અરોરા એટલી હિટ અને ફીટ લાગી રહી છે કે તેની સ્ટાઈલના દરેક દીવાના છે. તેની એક્ટિંગ અને સુંદરતા બંનેએ દર્શકોના દિલ જીતી લીધા છે.
જોકે, તે તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથેના સંબંધને લઈને પણ હેડલાઇન્સમાં રહે છે અને અરબાઝ ખાનથી અલગ થવાના સમાચારોએ પણ તે સમયે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. હાલમાં મલાઇકા અર્જુન કપૂર ધર્મશાળામાં સારો સમય પસાર કરી રહી છે. પરંતુ હાલમાં મલાઈકાની રોયલ સ્ટાઈલે તેને ફરી એકવાર લાઇમ લાઇટનો ભાગ બનાવી છે. મલાઈકાના લેટેસ્ટ ફોટોશૂટ જોઈને દરેક તેના દિવાના થઈ રહ્યા છે. આ તસવીરોમાં તેની સુંદરતા સાતમા આસમાને છે.
ખરેખર હાલમાં જ મલાઇકાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર રોયલ લુકમાં તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરી છે. 46 વર્ષની મલાઇકા આ ઉંમરે પણ પોતાની જબરદસ્ત સ્ટાઈલથી લોકોનું દિલ જીતી લે છે. મલાઈકાના આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોમાં તે ખૂબ જ સુંદર આઉટફિટમાં જોવા મળી રહી છે. તેના રોયલ આઉટફિટ બધાને પસંદ આવી રહ્યા છે.
જણાવી દઈએ કે મલાઈકાએ આ વખતે ડિઝાઇનર તરુણ ટહલાનીએ ડિઝાઇન કરેલો સ્પેશિયલ દિવાળી આઉટફિટ પહેર્યો હતો. આ આઉટફિટ વેસ્ટર્ન સ્ટાઈલની સાડી સાથે જર્સી જેકેટના કોમ્બિનેશનમાં બનેલો હતો. તો આઉટફિટને તેના ભરતકામ અને પર્લ મોતીએ વધુ ખાસ બનાવ્યો હતો. જેનાથી તે ખૂબ સુંદર લાગી રહ્યો હતો.
જો આપણે મલાઈકાના લુકની વાત કરીએ તો મલાઇકા કપાળ પર ટીકો અને સ્ટાઇલિશ નેકપીસમાં પોતાની સુંદરતા ફેલાવી રહી હતી. તો હાથમાં બંગડી અને આંગળીઓમાં ભારે રિંગ સાથે તેણે તેનો લુક કમ્પલીટ કર્યો હતો. મલાઇકાએ પહેલા પણ રાજસ્થાની લુકમાં ફોટોશૂટ કરાવ્યું હતું. તસવીરોમાં મલાઈકાના સ્ટાઇલિશ અને શાહી અવતાર દરેક લોકોને પસંદ આવી રહ્યો છે. એન્ટીક જ્વેલરીમાં મલાઈકા સરસ લાગી રહી છે.
જોકે મલાઈકાના આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ચાહકો કમેંટ કરીને મલાઈકાના લુકની પ્રશંસા કરી રહ્યા છે. પ્રશંસા કરવી પણ સ્વાભાવિક છે, આ ઉંમરમાં પણ મલાઇકા ખૂબ સ્ટાઇલિશ અને સુંદર લાગી રહી છે. જણાવી દઈએ કે આ દિવસોમાં મલાઇકા ધર્મશાળામાં વેકેશનની મજા લઇ રહી છે. મલાઇકા અરોરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ રજાની ઘણી તસવીરો શેર કરી છે, તેની સાથે અર્જુન કપૂર અને સૈફ અલી ખાન બંને તેમની આગામી ફિલ્મ ‘ભૂત પોલીસ’ના શૂટિંગ માટે ત્યાં ગયા છે.