ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની રહેવા જઇ રહ્યા છે નવા આલિશાન ઘરમા, પત્ની સાક્ષીએ તેની સુંદર તસવીરો શેર કરતા જણાવ્યુ કે….
ક્રિકેટની દુનિયામાં મહેન્દ્રસિંહ ધોની એક જાણીતું નામ છે. લોકો તેને પ્રેમથી માહી પણ કહે છે. ઝારખંડના ધોનીએ ટીમ ઈન્ડિયાને નવી ઉંચાઇ પર પહોંચાડવામાં કોઈ કસર છોડી નથી. ધોનીએ ભલે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે પરંતુ ચાહકોને આજે પણ તેની રમવાની સ્ટાઇલ યાદ છે.
ધોની તેની પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઇન્સમાં રહે છે. ખાસ કરીને તેની પત્ની સાક્ષી ધોની તેના પરિવાર સાથે જોડાયેલી તસવીરો અને ડિટેલ્સ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ધોની અને સાક્ષીએ 4 જુલાઈ 2010 ના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્નને દસ વર્ષ થયા છે. આજે પણ તેમની વચ્ચે ખૂબ જ પ્રેમ છે. બંનેને એક પુત્રી પણ છે જેનું નામ જીવા છે.
તમે બધાએ સાક્ષીસિંહ ધોની અને મહેન્દ્રસિંહ ધોનીના રાંચી ફાર્મહાઉસની ઘણી તસવીરો જોઇ હશે. 7 એકરના ફાર્મહાઉસમાં એક સુંદર બગીચો પણ છે. જોકે આજે અમે તમને મુંબઈમાં સાક્ષી અને એમએસ ધોનીના નવા ઘરની કેટલીક ઝલક બતાવવા જઈ રહ્યા છીએ. ખરેખર, બંનેનું આ નવું ઘર અત્યારે અંડર કંસ્ટ્રક્શન છે. બંને ટૂંક સમયમાં આ નવા ઘરમાં શિફ્ટ થઈ જશે. આ નવા ઘરમાંથી સમુદ્રનો સુંદર નજારો પણ દેખાય છે.
સાક્ષીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ નવા ઘરની કેટલીક ઝલક શેર કરી છે. આ નવા ઘરને આર્કિટેક્ચરલ ડિઝાઇનર શાંતનુ ગર્ગ એ ડિઝાઈન કર્યું છે. તેણે પણ તેની ઇન્સ્ટા સ્ટોરી પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. શેર કરતાં તેણે લખ્યું છે કે ‘મારા સપનાની ફાઈનલ કાસ્ટ સાક્ષી અને ધોની’.
લોકડાઉનમાં ધોનીને તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે વધારે સમય પસાર કરવાની તક મળી છે. એક ઇંટરવ્યૂમાં સાક્ષીએ કહ્યું હતું કે ‘અમારા લગ્નને દસ વર્ષ થયા છે, હવે અમે એક બીજા વિશે બધું જાણીએ છીએ. તે મારા બેસ્ટ ફ્રેંડ પણ છે.’ જણાવી દઈએ કે સાક્ષી અને ધોનીની મુલાકાત કોલકાતાની એક હોટલમાં થઈ હતી. સાક્ષી ત્યારે ત્યાં કામ કરતી હતી. તે બંને એક સામાન્ય મિત્ર દ્વારા મળ્યા હતા.