
આ વાત સાંભળીને તમને અવશ્ય નવું લાગશે કારણ કે માત્ર 11 મહિનાનું બાળક એક જ રાતમાં કરોડપતિ બની ગયું. કેરળનો રહેવાસી મોહમ્મદ સલાહ દુબઈમાં સાત કરોડ રૂપિયાની લોટરી જીત્યો છે.
અગત્યની વાત એ છે કે તે 13 ફેબ્રુઆરીએ તેનો જન્મ થયો. મંગળવારે સલાહના પિતાએ કહ્યું કે, મેં મારા પુત્રના નામે લોટરીની ટિકિટ ખરીદી છે. આ એક સુંદર વિજય છે. પૈસાનું હવે હું શું કરીશ તે હજુ સુધી મેં નક્કી કર્યું નથી. ‘
ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, છેલ્લા છ વર્ષથી અબુધાબીમાં રહેતા રહેમાનએ જણાવ્યું હતું કે, તે છેલ્લા એક વર્ષથી દુબઈ લોટરીમાં હાથ અજમાવી રહ્યો છે. તેની લોટરી નંબર 1319 હતી અને તે 323 સિરીઝની હતી.
રહેમાને કહ્યું કે, હું ખૂબ પોઝિટિવ માણસ છું. મારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ થાય તેના માટે હું આ બધું કરી રહ્યો છું. તેના જીવનની શરૂઆત ખૂબ જ સકારાત્મક રીતે થઈ છે. હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું અને મારા જીવનમાં આવી ક્ષણો આપવા માટે હું ભગવાનનો ખૂબ આભારી છું.
ડીડીએફના અન્ય વિજેતાઓમાં દુબઈનો રહેવાસી છે. 33 વર્ષીય શાગાયેગ અટારઝદેહ પણ તેમાં સામેલ છે, જેણે 1745 શ્રેણીમાં મર્સિડીઝ બેન્ઝ S 560 જીતી છે. તેની લોટરી ટિકિટ નંબર 0773 છે.