આ છે સાપ્તાહિક લવ રાશિફળ, જાણો કયા રાશિ જાતકો ને મળશે પ્રેમ મા સફળતા ??

પ્રેમ મામલે રાશિઓ પર પડનારી અસર વિશે શું કહે છે નવા અઠવાડિયા માટેનું લવ રાશિફળ? આ અઠવાડિયા દરમિયાન કેટલીક રાશિઓ ફાયદો થઈ શકે છે. જ્યારે કેટલીક રાશિઓમાં પ્રેમ મામલે તકરાર પણ ઘણી થવાની છે. તમારી રાશિ પ્રમાણે અઠવાડિયું કેટલું ભાગ્યશાળી રહેશે તે વિશે રાશિ પ્રમાણે જાણો.

પ્રેમ મામલે બન્ને તરફથી થનારા પ્રયાસોથી જીવનમાં ખુશીઓનું આગમન થતું હોય છે આવામાં કેટલીક રાશિના જાતકોએ ખુશીઓ મળ રહી છે તો તેને પાર્ટનર સુધી પહોંચાડવાના પ્રયાસો પણ કરવા જોઈએ જેથી કરીને લાઈફ વધારે સારી રીતે સીધી દિશામાં આગળ વધતી રહે છે. પાર્ટનર તરફથી પ્રેમ મેળવવાની સાથે પાર્ટનરને પ્રેમ કઈ રીતે આપવો તેનો પણ વિચાર કરવો જરુરી છે.

​મેષ

પ્રેમ સંબંધ મામલે અઠવાડિયું થોડો સંયમ રાખવો પડશે અને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. સ્થિતિઓ અલગ દિશામાં દોડી રહી છે અને બની શકે કે તેના અનુરુપ પરિણામ ના પણ મળે. આવામાં ધૈર્ય સાથે તમારે પરિસ્થિતિ અનુકૂળ બનવું પડી શકે છે. મતભેદ ટકરાઈ શકે છે માટે ખોટી ચર્ચાઓથી અંતર રાખવું જોઈએ, જેથી કરીને ઉભી થયેલી સમસ્યા વધવાના બદલે તેનો અંત આવે.

​વૃષભ

પ્રેમ સંબંધ મામલે આ રાશિના જાતકોને પોતાની લવ લાઈફમાં એક નવો દૃષ્ટિકોણ જોવા મળશે. સમય રોમેન્ટિક રહેશે પરંતુ અંતમાં કોઈ બાબતને લઈને તકલીફો ઉભી થઈ શકે છે. આવામાં એવો અહેસાસ થશે કે તમને જે મહત્વ મળવું જોઈએ તે મળી નથી રહ્યું. પરંતુ તમારે લક્ષ્ય સુધી પહોંચવામાં એટલી ઉતાવળ ના કરવી કે મતભેદ વધી જાય. જીવનમાં મતભેદ થાય પણ તેને વાળી લેવા પણ જરુરી છે.

​મિથુન

તમારા પ્રમ સંબંધમાં આ અઠવાડિયા દરમિયાન હસ્તક્ષેપનું કારણ કષ્ટ રહેશે અને તમારી બેચેનીમાં વધારો થઈ શકે છે. તમારા માટે સારું એ રહેશે કે તમે એકબીજા વચ્ચે ઉભા થનારા મતભેદ તકલીફ વધારી શકે છે. ખાસ કરીને મોઢા, શ્વાસ અને કાન સંબંધિત તકલીફ તમને વધારે પરેશાન કરી શકે છે. કોઈ પણ વાત કહો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે તમારી જીભના કારણે બનેલી બાજી બગડી ના જાય.

કર્ક

આ અઠવાડિયાની શરુઆતમાં તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થશે. જેના કારણે લવ લાઈફ પર પૂરતું ધ્યાન નહીં આપી શકો. જેના કારણે અંગત તકલીફો ઉભી થઈ શકે છે. અઠવાડિયાના અંતમાં ઘણી શાંતિનો અનુભવ કરશો. પ્રેમ સૃદૃઢ થશે અને સમય અનુકૂળ રહેશે. વધારે જીદ કરવાના બદલે પાર્ટનરને સંતોષ પ્રાપ્ત થાય તે દિશામાં આગળ વધવાની જરુરી છે. સંતોષ રાખવાથી પ્રેમ વધારે પ્રગતિ કરશે.

​સિંહ

આ અઠવાડિયા દરમિયાન પ્રેમ સંબંધોમાં સાધારણ સુધારો જોવા મળશે. આ સિવાય વધારે આરામની અનુભૂતી કરી શકશો. આ અઠવાડિયું શાંતિ અને ચપળતા સાથે પસાર કરવું પડશે. આ અઠવાડિયું પરિસ્થિતિઓને તમારા અનુકૂળ બનાવવા માટે છે. અઠવાડિયાના અંતમાં ઘણી સંભાવનાઓ જોવા મળશે. પાર્ટનર તરફથી તમને પ્રેમ મળતો રહેશે તેની સામે તમારે પણ પુરતો પ્રેમ આપવો જરુરી છે. માત્ર એક તરફથી પ્રયાસો થવાના કારણે સ્થિતિ બગડવા લાગે છે.

​કન્યા

આ અઠવાડિયા દરમિયાન તમારા પ્રેમ સંબંધની સ્થિતિઓ ઘણી સારી રહેશે, સમજો કે તમે નિર્ણય સુધી પહોંચી શકો છો, આ બાબતોનો અનુભવ થશે. પાર્ટનર તરફથી થનારી પ્રવૃત્તિઓ પણ તમારા પક્ષમાં રહેશે. કષ્ટ ઉત્પન્ન થાય તેવી બાબતોથી અંતર જાળવી રાખવું. સતર્ક રહેવું જરુરી છે. જો પાર્ટનરની મરજી વિરુદ્ધમાં જવાની વધારે કોશિશ કરશો તો સ્થિતિ કાબૂમાં આવવાના બદલે વધારે બે કાબૂ થતી જશે.

તુલા

પ્રેમ સંબંધમાં શાંતિનો અહેસાસ થશે, કોઈ માતૃતુલ્ય મહિલા આગળ આવીને આ મામલે તમારી મદદ કરશે. તેમના આશિર્વાદથી સમય અનુકૂળ રહેશે અને તમારો પ્રેમ વધારે ગાઢ બનતો જશે. અઠવાડિયાના અંતમાં ખુશીઓ પ્રવેશ કરશે. જોકે તેમને એવું લાગશે કે તમે જે અપેક્ષાઓ કરી હતી તેટલી ખુશી પ્રાપ્ત નથી થઈ. ખુશીઓને પચાવતા શીખવું જરુરી છે, વધારે લાલચ કરવાથી તમારે હાથ ધોવા પડી શકે છે.

​વૃશ્ચિક

આ અઠવાડિયે પ્રેમ સંબંધ માટે અત્યંત સારું અઠવાડિયું છે. જ્યાં તમારા વિચારો પ્રમાણે બદલાવ જોવા મળશે. પ્રેમ વધારે સૃદૃઢ થશે અને સુખની અનુભૂતી થશે. અઠવાડિયાના અંતમાં તમારા તરફથી પાર્ટનરની લાઈફને લઈને થોડા વધારે પઝેસિવ થઈ શકો છો. જેના કારણે તકલીફોમાં પણ વધારો થઈ શકે છે. ખોટી મુશ્કેલી ઉભી કરીને બનેલી વાત બગડી ના જાય તે વાતનું તમારે ધ્યાન રાખવું પડશે.

ધન

આ અઠવાડિયા દરમિયાન ધન રાશિના જાતકો ધીરે-ધીરે લવ લાઈફમાં રોમાન્સ તરફ આગળ વધવા લાગશે. આ અઠવાડિયા દરમિયાન તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી તમારા ભવિષ્યમાં તમને શુભ પરિણામ જોવા મળશે. જોકે, અઠવાડિયાના અંતમાં કોઈ પણ વાતને લઈને બેચેની રહી શકે છે, સાથે અશાંતિનો અનુભવ થશે. અશાંતિનો પ્રભાવ ભવિષ્ય પર ના પડે તે વાતનું ધ્યાન રાખવાથી મુશ્કેલી અંત તરફ આગળ વધતી જશે.

​મકર

આ અઠવાડિયાની શરુઆતમાં જે રીતે બદલાવ આવશે જે તમે અગાઉથી ઈચ્છતા હતા. તેમને મેળવવામાં હજુ સમય લાગી શકે છે. બહાર ફરવાનો પ્લાન હજુ ટાળી દેવા વધારે સારું છે. જોકે, અઠવાડિયાના અંતમાં સ્થિતિઓમાં સુધાર જોવા મળશે. તમને સ્થિતિઓને તમારા પક્ષમાં લાવવા માટે કોઈ પિતૃતુલ્ય વ્યક્તિનો સહારો મળશે. જીવનમાં એક વાત યાદ રાખવાની જરુર છે કે દરેક વખતે એ નથી થતું જે તમે ધારેલું છે.

​કુંભ

આ અઠવાડિયા દરમિયાન કુંભ રાશિવાળા માટે, પ્રેમ સંબંધો મામલે તમે વધારે શાંતિ અને સાથનો અનુભવ કરશો. તમારો પ્રેમ સંબંધ વધારે ગાઢ થતો જશે. તમારો સંયમ અને સમજશક્તિ વધારે સારા થશે જેનાથી તમારી લવ લાઈફમાં પ્રગતિ થતી રહેશે. અઠવાડિયાના અંતમાં તમારા વચ્ચે ઘનિષ્ઠતા વધતી જશે અને બન્ને રોમેન્ટિક રીતે સમય પસાર કરશો. બીજી તરફ તમને ખુશીઓ વધારે મેળવવાની લાલચ પણ રહેશે.

​મીન

આ અઠવાડિયાની શરુઆતમાં જ પ્રેમ સંબંધમાં તમારા માટે પરિસ્થિતિઓ વધારે સુંદર બનતી જશે. સમય પ્રમાણે રહેવાથી વધારે ફાયદો થશે. વિવાહનો શુભ સંયોગ બનતો રહેશે. જીવનમાં અનુકૂળતા રહેશે અને પ્રેમ વધારે સુદૃઢ રહેશે. તમે આ અઠવાડિયે પાર્ટીના મૂડમાં રહેશો. અઠવાડિયાના અંતમાં સુખ પ્રાપ્ત થશે. જીવનમાં વધારે લાલચ રાખવાના બદલે તમને જે મળે છે તેનાથી સંતોષ માનતા શીખો વધારે લાભ થતો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *