ભગવાન વિષ્ણુએ જણાવેલ આ 5 વાતોનું પાલન કરશો તો દરેક કામમાં મળશે સફળતાઓ…

હિંદૂ ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુને પરમેશ્વરના ત્રણ મુખ્ય રૂપમાંથી એક માનવામાં આવે છે. વિષ્ણુ ભગવાન વિશ્વના પાલનહાર છે. તેઓ ત્રિમૂર્તિમાં મુખ્ય અને સર્વવ્યાપ્ત માનવામાં આવે છે. ધરતીના સમસ્ત જીવોના આશ્રય તેઓ છે તેથી જ તેમને નારાયણ પણ કહેવાય છે.

ભગવાન વિષ્ણુની શક્તિથી જ વિશ્વ સંચાલિત છે. તેઓ નિર્ગુણ પણ છે અને સગુણ પણ. ક્ષીરસાગરમાં નિવાસ કરતાં ભગવાન વિષ્ણુના પાંચ એવા ગુણ છે જેને દરેક માનવીએ તેના જીવનમાં ઉતારવા જોઈએ. આ પાંચ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો દરેક ક્ષેત્રમાં વ્યક્તિની સફળતા નિશ્ચિત થઈ જાય છે. તો ચાલો જાણીએ કયા કયા છે આ ગુણ.

હંમેશા સંયમ રાખો
વિષ્ણુ ભગવાન વિષમ પરિસ્થિતીઓમાં પણ ધૈર્ય નથી ગુમાવતાં. સંયમ રાખી તેઓ અન્યની મદદ માટે પણ હંમેશા તત્પર રહે છે.

કામને પૂર્ણ કરો/span>
ભગવાન વિષ્ણુના દરેક અવતારની કથા વાંચવાથી સ્પષ્ટ થાય છે કે તેઓ દરેક રૂપમાં, દરેક અવતારમાં પોતાના હાથમાં લીધેલા કામોને બખૂબી અંજામ આપતા. એટલું જ નહીં કાર્ય નાનું હોય કે મોટું તેઓ તેને પૂર્ણ અવશ્ય કરતાં.

પરોપકારી બનો
જ્યારે કોઈને મદદની જરૂર હોય ત્યારે તેની સાથે રહો. તમે કરેલી મદદના ગુણગાન એવી રીતે ન ગાવા કે મદદ લેનારને સંકોચ અનુભવવો પડે. ભગવાન વિષ્ણુ નેકી કરી અને તે વાતને ભુલી જવાની પ્રેરણા આપે છે.

ધૈર્ય રાખવો
ભગવાન વિષ્ણુને હંમેશાથી એવા દેવ તરીકે ખ્યાતિ મળી છે, જેઓ ભક્તોના દુ:ખ દુર કરવા હંમેશા તત્પર રહે છે. તેઓ કોઈપણ પરિસ્થિતીમાં ધૈર્ય નથી ગુમાવતા.

જીવનસાથીનું માન જાળવવું
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આદર્શ દંપતિ છે. કારણ કે તેમનામાં પરસ્પર પ્રેમ અને આદરની ભાવના છે. આજના સમયમાં એકબીજા માટે સન્માન ન હોવાના કારણે લગ્ન પણ માત્ર થોડા વર્ષ તો ક્યારેક માત્ર થોડા મહિનાઓ માટે જ ટકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *