આદુ છે બીમારીઓ નો અકસીર ઇલાજ….
આદુમાં રહેલા ગુણથી કોલોન, પ્રોટેસ્ટ, બ્રેસ્ટ, લંગ્સ અને સ્કિન કેન્સરનું જોખમ ટળી જાય છે. આ ઉપરાંત આદુના પાણીથી બ્લડ સર્કુલેશન પણ સારી રીતે થાય છે.
હાલ ચાલી રહેલી ઠંડીમાં દેશી પીણું ગરમાહટ લાવી શકે તેવું હોય તો એ છે આદુ. આદુના સેવનથી શરદી-તાવ જેવી બીમારીઓથી બચી શકાય છે.
આદુ કેટલીય બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે.ઉબકા થતાં આદુ છીણીને તેના પર લીંબૂ નિચોવી અને તેના પર મીઠું છાંટી ચાવવાથી આરામ મળે છે.
આદુનું પાણી પીવાથી પણ સ્વાસ્થ્યને લાભ થાય છે. ગળામાં ખરાશ થતાં આદુના રસમાં મધ મિક્સ કરી ચાટવાથી ગળું ઠીક થઈ જાય છે.
કમર અને પીઠમાં દુ:ખાવા થતાં આદુ સાથે સુંઠનો પાઉડરને તેલમાં શેકી પીઠ અમે કમર પર માલિશ કરતા લાભ મળે છે.પાચન શક્તિને મજબૂત બનાવવા માં સહાય કરે છે..