લીલાં ચણાં ખાવાથી અઢળક ફાયદાઓ, તે જાણીને તમે થઇ જશો હેરાન !!!

લીલાં ચણાં ખાવામાં જેટલાં સ્વાદિષ્ટ લાગે છે સ્વાસ્થ્ય માટે પણ તે એટલા જ ફાયદાકારક છે. તેને કાચાં, બાફીને અથવા શેકીને પણ લોકો ખાય છે.

આયુર્વેદ ડો. સત્ય પ્રકાશ જણાવી રહ્યાં છે લીલાં ચણા ખાવાના બેસ્ટ ફાયદાઓ. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, ફાયબર્સ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ હોય છે. તે શરીરને ભરપૂર એનર્જી પણ આપે છે. તો ચાલો જાણીએ તેના ફાયદા.
લીલાં ચણાં ખાવાના ફાયદા

લોહીની કમી દૂર કરે છે
શિયાળામાં ભરપૂર લીલાં ચણા ખાઈ લેવાથી શરીરમાં આયર્નની કમી એટલે કે એનિમિયાની સમસ્યા દૂર થાય છે. જેથી જો તમારા શરીરમાં લોહીની કમીની સમસ્યા હોય તો તમારી ડાયટમાં ભરપૂર લીલાં ચણા ખાઈ લો.

હાડકાંઓને મજબૂત બનાવે છે
લીલાં ચણામાં કેલ્શિયમ અને વિટામિન સી હોય છે. શિયાળામાં રોજ લીલાં ચણાં ખાઈ લેવાથી હાડકાંઓ મજબૂત થાય છે અને હેલ્ધી પણ રહે છે.

બ્લડ શુગરને કંટ્રોલ કરે છે
રોજ 1 સપ્તાહ સુધી અડધી વાટકી લીલાં ચણા ખાઈ લેવાથી બ્લડ શુગર કંટ્રોલમાં આવી જાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારી ડાયટમાં લીલાં ચણાને અવશ્ય સામેલ કરો.

હાર્ટની બીમારી
રોજ અડધી વાટકી લીલાં ચણા ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે સાથે જ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. તેનાથી હાર્ટ ડિસીઝ થવાનો ખતરો પણ ઓછો થાય છે.

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર
લીલાં ચણામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન, મિનરલ્સની સાથે એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે. જેથી તે આપણને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે અને ઉંમર વધવાની સાથે વધતી સમસ્યાઓથી પણ બચાવે છે.

નબળાઈ દૂર કરે છે
લીલાં ચણામાં પ્રોટીન સારી માત્રામાં હોય છે. સાથે જ તે વિટામિન્સનો પણ બેસ્ટ સોર્સ છે. જેથી શિયાળામાં રોજ લીલાં ચણા ખાઈ લેવાથી શરીરમાં નબળાઈ રહેવાની સમસ્યા દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *