ગુલાબ જળ થી થાય છે ગજબ ના ફાયદાઓ….

ગુલાબ જળ આંખોને કેટલાય પ્રકારની મુશ્કેલીઓથી બચાવે છે. આંખોમાં થતાં સંક્રમણ અને એલર્જીની સારવાર માટે આયુર્વેદિક દવાઓમાં ગુલાબ જળના અર્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણી આંખો દિવસભર કેટલાય પ્રકારની અસરોને સહન કરે છે.

વધારે સમય સુધી કૉમ્પ્યૂટરની સામે બેસવાથી અને સ્માર્ટફોનનો સૌથી વધારે ઉપયોગ કરવાથી જ્યાં આંખો પર ખરાબ અસર પડે છે ત્યાં પર્યાવરણ પ્રદૂષણ પણ આંખો પર ખરાબ અસર કરે છે. એવામાં ગુલાબજળ તમારી આંખો માટે સૌથી સારો ઉપાય છે. આ ઈન્જેક્શનથી લડે છે અને આંખોનો બચાવ કરે છે.

લાંબા સમયથી લોકો ગુલાબ જળનું સૌંદર્ય નિખારવા માટે તેનો ઉપયોગ કરતા આવ્યા છે. આ એક પ્રાકૃતિક ક્લીન્ઝર તરીકે કામ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે આ તમારી આંખો માટે પણ એક ઉત્તમ સ્ટ્રેસ રિલીવર સાબિત થઇ શકે છે. તમે તમારી ઉંમર અનુસાર પોતાની આંખોને સ્વસ્થ રાખવા માટે આ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે.

મગજને શાંત કરે છે

એક રિપોર્ટ અનુસાર ગુલાબ જળ તમને અત્યંત સક્રિયા મગજને શાંત કરવામાં મદદ કરે છે. આ ઊંઘ લાવવામાં મદદરૂપ છે અને ડિપ્રેશનને ઘટાડવામાં આપણી મદદ કરી શકે છે. ગુલાબ જળનો ઉપયોગ કરવાની સૌથી સારી પદ્ધતિ એ છે કે તમે તમારી આંખો પર તેના કેટલાક ટીપાં લગાઓ. તમારી થાકી ગયેલી આંખોને આરામ મળશે. આ થાક દૂર કરવાનો સરળ ઉપાય છે.

દુખાવામાં આરામ આપે છે

ગુલાબ જળ દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. જો કે આ કોઇ દુખાવાની દવા જેવું નથી, પરંતુ તેમાં એનાલ્જેસિક ગુણ હોય છે જે ઇજાને ઠીક કરવામાં મદદ કરે છે. એવામાં આ આંખોનું ડિપ્રેશન અને થાકને ઘટાડવામાં મદદરૂપ થઇ શકે છે.

આંખોનો થાક દૂર કરવા માટે ગુલાબ જળનો ઉપયોગ કરો

– રૂને ગુલાબ જળમાં પલાળીને ઓછામાં ઓછું 15 મિનિટ સુધી પોતાની આંખો પર રાખો. તેનાથી તેને ઠંડક અને આરામ મળશે.

– આંખો લાલ થઇ ગઇ હોય અથવા તેમાં બળતરા થઇ રહી હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે પોતાની આંખોમાં ગુલાબ જળના બે થી ત્રણ ટીપાં નાંખો. ત્યારબાદ થોડીક મિનિટિ માટે પોતાની આંખો બંધ કરી લો. તમારી આંખોને આરામ લાગશે. તમે તમારી આંખોને પ્રદૂષણ અને અન્ય મુશ્કેલીઓથી બચાવી રાખવા માટે મોટાભાગે તમે આમ કરી શકો છો.

– જો તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ છે તો તમે ગુલાબ જળને તેના પર લગાવી શકો છો. તેનાથી ડાર્ક સર્કલ દૂર થશે અને આંખોનો થાક દૂર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *