
લવિંગ એક એવા પ્રકારનો મસાલો છે જેનો ઉપયોગ દરેક ભારતીય તેના ખોરાકમાં કરે છે. ખોરાકમાં લવિંગ નાખવાથી તેનો સ્વાદ વધુ જાય છે. તેમજ લવિંગને એક ગુણકારી ઔષધી તરીકે પણ માનવામાં આવે છે.
ઉપચારક જરૂરત માટે લવિંગનું તેલ અને સૂકાયેલ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તે અનેક પ્રકારની બીમારીમાં લાભદાયી છે. લવિંગમાં એંટી માઈક્રોબીયલ, એંટી ફંગલ, એંટી વાયરલ અને એંટીસેપ્ટિક ગુણ હોય છે. તેથી તેનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં કરવામાં આવે છે.
આજ આપણે આ આર્ટીકલ દ્રારા લવિંગથી થનાર ફાયદા વિષે જણાવા જઈ રહ્યા છીએ. કહેવામાં આવે છે રાત્રે સુતા પહેલા લવિંગ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી મુશ્કેલીઓ દુર કરી શકાય છે.
લવિંગના ફાયદા
પેટની બીમારિયોમાં ફાયદાકારક
કહેવાય છે કે જો રાતે સુતા પહેલા લવિંગ ખાવાથી પેટને લગતી દરેક પરેશાનીઓ દુર કરી શકાય છે. એટલું જ નહિ, તે પાચન તંત્રને પણ મજબુત બનાવવાનું કામ કરે છે.
તેના માટે તમારે લવિંગનો ખાંડીને પાવડર બનાવવો પડશે. અને રોજ રાત્રે સુતા પહેલા અડધી ચમચી લવિંગના પાવડરને પાણીમાં નાખીને પીવાથી તમે જોઈ શકશો કે પેટ સંબંધી દરેક બીમારિયો દુર થઇ જાય છે.
માથાના દુખાવાને કરે છે દુર
માથાના દુખાવા માટે પણ લવિંગને ફાયદાકારક માનવામાં આવે છે, માથાનો દુખાવો હોય તો ગરમા ગરમ પાણીમાં લવિંગ નાખીને પીવાથી થોડાક જ સમયમાં માથાનો દુખાવો દુર થઇ જાય છે.
સંધના દુખાવાથી છુટકારો
ઘણા લોકોને સંધના દુખાવા થતા રહે છે. જોકે, સંધના દુખાવા વધારે ભાગે વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. જો તમે પણ તેમાંથી જ એક છો તમને પણ સંધના દુખાવા રહે છે તો પરેશાન થવાની જરૂર નથી. રાત્રે સુતા પહેલા બે લવિંગ ખાવાથી સાંધાના દુકાવાથી રાહત મળે છે.
ઇન્ફેકશનમાં ફાયદાકારક
લવિંગમાં એંટીસેપ્ટિક ગુણ પણ હોય છે. તેથી તે દાજેલ-કપાયેલ ઘાવ ઠીક કરવામાં પણ લાભદાયક છે. તે ફંગલ ઇન્ફેકશનમાં પણ કામ આવે છે. જો કીડા-મકોડા કરડે તો લવિંગનું તેલ તેના ઇન્ફેકશનને વધવાથી રોકી શકે છે. તેલને સીધું ઘાવ પર લગાવવું ન જોઈએ.
તેનાથી તકલીફ પડી શકે છે. તેથી લગાવ્યા પહેલા તેમાં બદામનું કે નારિયેળનું તેલ મેળવી લો. જો તમારી પાસે લવિંગનું તેલ નથી તો લવિંગનો ભુક્કો કરીને પાવડર બનાવી લો અને પછી કોઈ પણ તેલમાં ભેળવીને ઇન્ફેકશન વાળા ભાગમાં લગાવો.
ખીલથી છુટકારો
લવિંગમાં એંટી બેક્ટીરીયલ અને એંટીસેપ્ટિક ગુણ હોય છે જે ખીલ પેદા કરનાર કીટાણુંને જળથી ઉખાડીને ચહેરો સાફ, સિલ્ક અને ચમકદાર બનાવે છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ખીલ દુર કરવા માટેની જેટલી પ્રોડક્ટ આવે છે તે બધામાં અમુક ટકા લવિંગનું તેલ મેળવવામાં આવે છે. અને જો તમારી પાસે લવિંગનું તેલ નથી તો તમે તેનો પાવડર કરીને રાત્રે સુતા પહેલા કોઈ પણ તેલ સાથે ભેળવીને ખીલ પર લગાવો, સવારે તેની અસર જોઇને તમે પણ હેરાન થઇ જશો.