તમારે વજનને પણ ફટાફટ ઉતારવુ હોય તો લવિંગ નુ આ રીતે સેવન કરો, તેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ પણ તમને નહિ થાય.
આજના સમયમાં મોટાભાગના લોકોને વજન વધારાની સમસ્યા સતાવતી હોય છે, વજન વધારાથી બચાવ માટે અને વધેલું વજન ઓછું કરવા માટે કેટ કેટલાય ઉપયો પણ કરતા હોય છે, છતાં પણ જોઈએ તેવો સંતોષ નથી મળતો. પરંતુ આજે અમે તમને એક એવો ઉપાય જણાવીશું જે ખુબ જ ફાયદાકારક રહેશે અને તમારા વજનને પણ ફટાફટ ઘટાવશે, તેમજ તેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ તમને નહિ થાય.
આ ઉપાય છે લવિંગનો ઉપયોગ. લવિંગના આયુર્વેદમાં ઘણા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. લવિંગ સામાન્ય રીતે ઘરની અંદર રસોડામાં ઉપયોગમાં લેવામાં આવે છે.તો લવિંગ વજન ઘટાડવા માટે પણ ખુબ જ ફાયદાકારક છે.
લવિંગનું પાણી કેવી રીતે કરે છે મોટાપો ઓછો:
લવિંગની અંદર એન્ટીઓક્સીડેન્ટ વધારે પ્રમાણમાં રહેલા હોય છે જે મેટાબોલિજ્મને બુસ્ટ કરે છે જેનાથી મોટાપો અને વજન સરળતાથી ઓછું થઇ શકે છે. આ ઉપરાંત લવિંગમાં માનસિક તાણ ઓછી કરવા વાળા હોર્મોન પણ રહેલા હોય છે જે તણાવને ઓછો કરે છે. તણાવ પણ વજન વધારાનું એક કારણ છે. એટલું જ નહીં લવિંગ શરીરના ફેટને પણ બર્ન કરવાનું કામ કરે છે અને મોટાપો ઓછો કરે છે.
લવિંગનું પાણી બનાવવાની રીત:
લવિંગનું પાણી બનાવવા માટે 4-5 લવિંગ, અડધી ચમચી દાલચીની પાવડર, એ ચમચી જીરું લેવું. લવિંગ અને જીરાને બરાબર શેકી લેવું, ત્યારબાદ તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લેવું. ત્યારબાદ એક પેનની અંદર પાણી ગરમ કરવા માટે મૂકવું, જેમાં લવિંગ, દાલચીની અને જીરું નાખીને 15-20 મિનિટ સુધી ઉકાળવું. ઉકલી ગયા બાદ તેને ગળણીથી ગાળી અને સામાન્ય ઠંડુ થયા બાદ પી લેવું.
લવિંગના પાણીનું સેવન ક્યારે કરવું?:
લવિંગના પાણીને રોજ ખાલી પેટે પીવું વધારે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેની અંદર રહેલા એન્ટીઓક્સીડેન્ટ પેટની ચરબીને ઝડપથી બર્ન કરે છે. સાથે જ મોટાપો પણ ઓછો કરે છે. સ્વાદને વધારવા માટે તમે તેની અંદર મધ પણ ઉમેરી શકો છો