આ લગનિયા હનુમાન મંદિર અંદાજે દસ હજાર કરતાં પણ વધુ પ્રેમી પંખીડાઓના લગ્ન નું સાક્ષી બન્યુ છે..

નમસ્કાર મિત્રો આપણે ત્યાં પ્રેમને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અને ઘણા વ્યક્તિઓ પ્રેમ ની અંદર બંધાય જઈ સમગ્ર જીવન પોતાના પ્રેમી અથવા તો પ્રેમિકા સાથે વિતાવવાનો નિર્ણય કરે છે. અને આથી જ આવા લોકો પ્રેમ લગ્ન કરતા હોય છે.

સામાન્ય રીતે આપણા સમાજની અંદર પ્રેમલગ્નને માન્યતા મળતી નથી અને આથી જ આવા પ્રેમી યુગલો ભાગીને કોઈ પણ મંદિરમાં અથવા તો કોઈ પણ અન્ય જગ્યાએ લગ્ન કરતા હોય છે.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે હનુમાનજી બાલ બ્રહ્મચારી હતા. અને તેને પોતાના જીવનની અંદર ક્યારે પણ લગ્ન કર્યા ન હતા. આથી જ સામાન્ય રીતે આપણે એવું માનતા હોઇએ છીએ કે કોઈપણ કુવારા વ્યક્તિઓ અથવા તો પુરુષો માટે હનુમાનજી ની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.

પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ હનુમાનજીના એક એવા મંદિર વિશે કે જે હજારો પ્રેમી પંખીડાઓના લગ્ન માટેના સાક્ષી બનીને રહી ચૂક્યા છે. જી હા મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમદાવાદમાં આવેલા હનુમાનજી ના એક મંદિર વિશે.

અમદાવાદ ની અંદર એક જગ્યાએ હનુમાનજીનો વિશેષ મંદિર આવેલું છે. આ મંદિર પ્રેમીપંખીડાઓ માટે પ્રેમ વિવાહ કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. અને આથી જ આ મંદિરનું નામ લગનિયા હનુમાન મંદિર પાડી દેવામાં આવ્યું છે.

આ મંદિર અંદાજે દસ હજાર કરતાં પણ વધુ પ્રેમી પંખીડાઓના લગ્ન નું સાક્ષી રહી ચુક્યું છે. જે કોઈપણ વ્યક્તિને પ્રેમ લગ્ન કરવા હોય તેવા દરેક વ્યક્તિઓ આ મંદિરની અંદર આવી ખૂબ ધૂમધામથી પોતાના લગ્ન કરે છે અને સાથે સાથે સુખી સંસાર માણી રહ્યા છે.

એટલું જ નહીં પરંતુ પ્રેમી પંખીડાઓના લગ્ન સમયે તેને જરૂરી એવી દરેક સાધનસામગ્રી તથા સુખ સુવિધાઓ પણ આ મંદિર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત આ મંદિર દ્વારા અખંડ અન્નક્ષેત્ર પણ ચાલે છે.

આ ઉપરાંત જો કોઈ પણ ગરીબ પરિવારના પ્રેમી પંખીડા આ જગ્યાએ લગ્ન કરવા આવે છે અને તેનું લગ્નજીવન શરૂ કરવા માટે જો કોઇ પણ વ્યક્તિને પૈસાની જરૂર હોય તો આ મંદિર દ્વારા તેને પોતાના જીવનનિર્વાહ માટે આર્થિક રીતે મદદ પણ કરવામાં આવે છે.

આ મંદિર માત્ર પ્રેમીપંખીડાઓ માટે જ નહીં પરંતુ સજાતીય પ્રેમ ધરાવતા વ્યક્તિઓ માટે પણ ખૂબ જ મહત્વનું બની રહ્યું છે. કેમકે સમગ્ર ભારત દેશની અંદર અંદાજે આ પહેલું મંદિર હશે કે જ્યાં સજાતીય સંબંધને માન્યતા આપવામાં આવે છે. અને આ જગ્યાએ સજાતીય સંબંધો ધરાવતા વ્યક્તિઓ પણ પ્રેમલગ્ન કરી ચૂક્યા છે.

આ જગ્યાએ મંદિરના પૂજારી આવા પ્રેમી પંખીડાઓને પૂર્ણ ઉત્સાહ થી તેનો સાથ આપે છે અને તેના લગ્ન કરાવવામાં મદદરૂપ સાબિત થાય છે. આથી જ આ મંદિરના પૂજારી નું નામ વેલેન્ટાઇન બાબા રાખી દેવામાં આવ્યું છે.

કહેવાય છે કે ગુજરાતની અંદર 2000 ની સાલમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યાર પછી આ જગ્યાએ નવા પૂજારી આવ્યા હતા. અને ત્યારથી લઈને અત્યાર સુધી પ્રેમ વિવાહની આ પરંપરા શરૂ રાખવામાં આવી છે. અને હનુમાનજીના મંદિર હજારો પ્રેમી પંખીડાઓના લગ્ન જીવનની શરૂઆતનું સાક્ષી બની રહ્યું છે.

જે જગ્યાએ આ મંદિર આવેલું છે તેની નજીક પહેલાના સમયમાં એક કોર્ટ આવેલી હતી. અને આથી જ પ્રેમી-પંખીડા કોર્ટમાં લગ્ન કરી હનુમાનજીના આ મંદિરની અંદર હનુમાનજીની સાક્ષીમાં લગ્નગ્રંથિથી બંધાતા હતા. પરંતુ થોડા સમય પહેલાં કોર્ટે આ જગ્યાએથી સ્થળાંતર કર્યું છે. પરંતુ હનુમાનજીના આ મંદિરની અંદર આજે પણ પ્રેમી પંખીડાઓ લગ્ન કરે છે અને હનુમાનજીની કૃપાથી પોતાનું લગ્નજીવન ની શરૂઆત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *