આ છે લાફિંગ બુદ્ધને રાખવા માટે દિશા, નહિતર ફાયદા ને બદલે થશે નુકસાન…..
ચીનમાં લાફિંગ બુદ્ધા ને શુભ અને સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે, પરંતુ લાફિંગ બુદ્ધા રાખવા અંગે ફેગશૂઇ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. લાફિંગ બુદ્ધાને રાખવા માટે દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. નહીતો તે વીપરિત ફળ પણ આપી શકે છે. લાફિંગ બુદ્ધને રાખવા માટે દિશા અને સ્થાન ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે.
ફેંગશુઈમાં લાફિંગ બુદ્ધાનું અનોખુ મહત્વ છે. ઘરમાં સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે અનેક લોકો ઘરે લાફિંગ બુદ્ધા વસાવે છે. એવું માનવામાં આવે છે કે તે ગુડલક અને સમૃદ્ધિ લઈને આવે છે. કોઈપણ ઘરની પૂર્વ દિશાને કુટુંબના ભાગ્ય અને સુખ શાંતિનું સ્થાન કહેવાય છે.
આજકાલ મોટાભાગની મહિલાઓ ભારતીય વાસ્તુ શાસ્ત્રને ફેંગશુઈ મુજબ ઘરની સજાવટ કરવાનું પસંદ કરે છે. ફેંગશુઈમાં લાફીંગ બુદ્ધાની મૂર્તિને પોતાના ઘરમાં અને દુકાનમાં રાખવાની ઈચ્છા ધરાવે છે તેમજ ફેંગશુઈમાં જણાવ્યા મુજબ લાફીંગ બુદ્ધાની મૂર્તિ દુકાન અને ઘરમાં રાખવાથી તે સ્થાન પર સુખાકારી અને સમૃધ્ધિમાં વધારો થાય છે.
ભારતીય વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ દિશામાં ભાગ્ય અને સમ્પન્નાતાનું પ્રતિક માનવામાં આવે છે. આ રીતે ચીની વાસ્તુ શાસ્ત્રમાં પણ તેને સારી દિશા માનવામાં આવે છે. જો તમે તમારા પરિવારની વચ્ચે આપસી પ્રેમ અને તાલમેળ વધારવા માંગો છો તો લાફિંગ બુદ્ધાને ઘરની પૂર્વ દિશામાં રાખો.
નોકરી-ધંધામાં સફળતા મેળવવા:-
જો તમે નોકરી અને ધંઘામાં સફળતા મેળવવા માંગો છો તો લાફિંગ બુદ્ઘાને ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખો. આમ કરવાથી સકારાત્મક ઉર્જા વધે છે. ઘરમાં ધન અને સુખનો વાસ રહે છે.
ઘર કે ઓફિસમાં લાફિંગ બુદ્ધાની દિશા :-
લાફિંગ બુદ્ધાને ઘર કે ઓફિસમાં એવી જગ્યા પર રાખો જ્યાંથી લાફિંગ બુદ્ધા અને તમારી નજર બન્ને બરાબર હોય એટલે લાફિંગ બુદ્ધા એવી રીતે રાખો કે આવતા આવતા તમારી નજરી સીધી તેની પર પડે.
રસોઈ કે બાથરૂમ પાસે લાફિંગ બુદ્ધા :-
જે રીતે ગણેશજીનો મોં દરવાજા તરફ હોવાથી શુભ થાય છે તે રીતે મુખ્ય દરવાજા પર જોતા લાફિંગ બુદ્ધા ધન, સમૃદ્ધિને આકર્ષિત કરનાર માનવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ રસોઇ કે બાથરૂમની પાસે લાફિંગ બુદ્ધા ન રાખવા જોઇએ.