ખજૂર એક રામબાણ ઈલાજ છે, તે ખાવાના ફાયદાઓ જાણી ને તમે પણ રોજ ખાવા લગશો ખજૂર…

મિત્રો ભારતીય રસોઈ ઘરમાં એવી ઘણી બધી વસ્તુ મળી આવે છે જેના સેવન માત્ર હતી કોઈપણ રોગ નો નિકાલ કરી શકાય છે. આજે આપણે વાત કરવાની છે આવી જે વસ્તુની જેનું નામ ખજૂર છે.

મિત્રો દરેક લોકો ખજૂર ખાતા હશે પણ શું તમે તેના ફાયદા જાણો છો?

બહુ ઓછા લોકો જાણે છે કે ખજૂરમાં એવા ઘણા બધા તત્વો મળી આવે છે જેના કારણે શરીર ને લગતા કોઈપણ રોગો દૂર કરી શકાય છે. તેને કારણે લોહીની ઉણપ ઓછી થાય છે, શરદી, મગજની કમજોરી, શ્વાસમાં તકલીફ, ખાંસી કે પછી દમ જેવા દરેક લોકોમાં ખજૂર એક રામબાણ ઈલાજ છે. તો ચાલો જાણીએ ખજૂર ના બીજા ઘણા બધા ફાયદાઓ.

ખજૂર ખાવાના ફાયદા :
વધતા વજનને કંટ્રોલ કરવા માટે દરરોજ ખજૂર ખાવો જોઈએ. દૂધ સાથે દરરોજના માટે ખજૂર ખાવાથી હાડકા પણ મજબુત બને છે. શરીરમાં રહેલી હિમોગ્લોબીનની ઊણપ ને પણ તે દૂર કરે છે. જે લોકો કમજોરી અનુભવતા હોય તે લોકોએ દરરોજ સેવન કરવું જોઈએ.

પ્રેગ્નેંટ સ્ત્રી માટે ખજૂર એક વરદાન સ્વરૂપ છે કેમ કે તેના સેવન થી બાળક સુંદર અને સ્વસ્થ આવે છે. પણ હા એક દિવસ માં તેની પાંચ પેશીજ ખાવી વધારે ખાવાથી નુકશાન થઈ શકે છે. જે લોકો ને કિડની અને આંતરડાને લગતી બીમારી છે તે લોકોએ ખજૂર નું નિયમિત સેવન કરવું જોઈએ.

ઘણા લોકો ખૂબ દુબળા-પાતળા હોય છે તેનું વજન વધતું નથી પણ જો આ લોકો નિયમિત રીતે દૂધ સાથે ખજૂર કરશે તો થોડા સમયમાં તેના વજનમાં વધારો થવા લાગશે. આ માટે તમારે હજુ ના ટુકડા કરી તેને ઘીમાં સાંતળી લેવાના રહેશે અને આ ટુકડાને દરરોજ સેવન કરવાનું છે.

ઘણા લોકો ને ઓછા કામ કરવાથી પણ વધારે થાક લાગે છે અને આંખોની નીચે કાળાં કુંડાળાં પડી જતાં હોય છે. આવા લોકોએ ત્વચાને સુંદર રાખવા માટે ખજૂરને ડાયટમાં સામેલ કરો.તેના સેવન માત્ર થી શરીર માં જુસ્સો અને તાકાત નો સંસાર થાઈ છે. જેથી તે શરીર ની બેચેની ને પણ દૂર કરશે.

જો તમારા મો માં આખો દિવસ દુર્ગંધ આવે છે તો તમારે ખજૂરનાં ઠળીયા બળીને તેની રાખ દાંત પર ઘસવી જોઈએ. જેથી દાંત પર જામેલું હઠીલું મેલ દૂર કરે છે. જે જગ્યા પર ઘાવ કે જખ્મ હોય તેના પર લગાડવાથી પાક થતો નથી ઉપરાંત ઘાવમાંથી લોહી વહેતું બંધ થઇ જાય છે.

આંતરડાં માં થતાં કેન્સરને દૂર કરવા માટે પણ ખજૂર ખૂબ જ જરૂરી છે. તેમાં મળી આવતા બસના કારણે કબજિયાતની તકલીફ થતી નથી. ઘણા લોકોને ડાયાબિટીસ હોવાથી ગળ્યું ખાઈ શકતા નથી પરંતુ ખજૂર ની અંદર કોઈ સુગર તત્વ ન હોવાથી ડાયાબિટિસવાળા લોકો પણ તેનું આરામથી સેવન કરી શકે છે.

ખજૂરના નિયમિત સેવન થી શરીર માં રહેલા ઝેરીલા તત્વો દૂર થાઈ છે. અને તે શરીર માં રહેલી ગંદગી પણ દૂર થાઈ છે. અને ખજૂરનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, કારણ કે તેમાં નેચરલ સુગર આવેલી છે. જે તેને દૂધમાં નાખીને પણ ખાઈ શકાય છે તો તે વધુ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક બને છે.

ઘણા લોકોને હિમોગ્લોબીનની ટકાવારી ઘટતી હોય છે આવા વ્યક્તિએ ખાસ કરીને ખજૂરનું સેવન કરવું જોઈએ. મોટાભાગે ૧૫-૧૬ વર્ષની છોકરીઓમાં આ સમસ્યા જોવા મળે છે. તો તેમણે દરરોજની ૨ થી ૩ પેશી ખજૂરનું સેવન કરવું જોઈએ.

નાના બાળકો રાત્રે સૂતી વખતે પથારીમાં પેશાબ કરી જતા હોય છે. આ એક સામાન્ય બીમારી છે. સામાન્ય રીતે આ વસ્તુ ત્રણથી પાંચ વર્ષના બાળકોમાં વધારે જોવા મળે છે. અને ત્યારબાદ બાળકો પોતાના મૂત્રાશય ઉપર નિયંત્રણ રાખતા શીખી જતા હોય છે. પણ જો બાળક છ વર્ષ બાદ પણ પથારીમાં પેશાબ કરતો હોય તો તેમને સૂતી વખતે બે પેશી ખજૂર ખવરાવવો જોઈએ.

આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબીટીસ ના દર્દી ને ખાંડ ખાવાની મનાઈ હોય છે તો આ લોકો ખજૂરને મીઠાઈ તરીકે તેના રોલ્સ બનાવીને ખાંડ વગર પણ વાપરી શકાય છે. અને જો રોજ સવારે ભૂખ્યા પેટે ત્રણ પેશી ખજૂર ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. જો તમે રોજ કસરત કરો છો તો તમારે પહેલા ખજૂર ખાઈને પછી સ્ટાર્ટ કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *