કેળા ના તો ખરા જ પણ કેળાની છાલના છે ગજબના ફાયદાઓ, જાણ્યા પછી તમે કેળાની છાલ ક્યારેય નહી ફેંકો…

કેળું મનપસંદ ફળો માંનું એક છે અને તે પોષક તત્વોથી ભરપુર હોય છે. કેળા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક છે. રોજ એક કેળું ખાવાથી તન મન ને તંદુરસ્ત રાખે છે કેળું શુગર અને ફાઈબરનો સારો સ્ત્રોત હોય છે. કેળામાં થાઈમીન, નીયાસીન અને ફોલિક એસીડના સ્વરૂપમાં વિટામીન એ અને બી યોગ્ય પ્રમાણમાં રહેલા હોય છે.

કેળાને શક્તિનો સારો સ્ત્રોત (Source of Energy) માનવામાં આવે છે. સાથે જ તેમાં પાણીનું પ્રમાણ ૬૪.૩ % પ્રોટીન ૧.૩ % કાર્બોહાઈડ્રેટ ૨૪.૭ % તથા ચીકાશ ૮.૩ % હોય છે.

તમારામાંથી ઘણા લોકો કેળાના ફાયદા(Benifits of Banana) તો બરોબર ખબર હશે પણ કેળાની છાલ (Banana Peels) વિષે આપણામાંથી ઘણા લોકો અંધારામાં છે. કેળાની છાલના ફાયદા છે ઘણા જોરદાર.

આજે અમે તમને કેળાની છાલ વિષે અનોખા ફાયદા (Beniflts of Banana Peels) વિષે જણાવીશું જેને વાચ્યા પછી તમે ક્યારેય પણ કેળાની છાલ ને કચરો સમજીને ફેકશો નહી. આવો જાણીએ.

કેળાની છાલ મસાનો દુશ્મન માનવામાં આવે છે. ભૂરા કે કાળા રંગના કેળા ની છાલ પ્રભાવીત જગ્યાએ રાત્રે સુતા પહેલા કોઈ ટેપથી બાંધી લો સતત ત્રણ અઠવાડિયા આવું કરવાથી મસા દુર થઇ જશે.

કેળાની છાલમાં Tryptophan નામનું કેમિકલ મળી આવે છે જે આપણા સેરોટોનીન હાર્મોનને સામાન્ય બનાવી રાખે છે. સેરોટોનીન હાર્મોન સામાન્યતા ડીપ્રેશનને દુર કરવામાં મદદ કરે છે. તમે કેળાની છાલની કોઈ ડીશ બનાવીને સેવન કરી શકો છો.

વિશેષજ્ઞો મુજબ કેળાની છાલ ને વાટીને તેની પેસ્ટ ૧૫ મિનીટ માટે માથા ઉપર લગાવવાથી માથાનો દુઃખાવો દુર થાય છે. આમ તો માથાનો દુઃખાવો લોહીની ધમનીઓમાં ઉત્પન થનારા તનાવ ના કારણે થાય છે, અને કેળાની છાલમાં રહેલા મેગ્નેશિયમ એ ધમનીઓમાં જઈને માથાનો દુઃખાવો રોકવામાં મદદ કરે છે.

૧૨ % ફાઈબર (Fiber) : વજન ઓછું કરવામાં મદદ કરે છે અને લોહીમાં શુગર લેવલને કન્ટ્રોલ કરે છે. 17% વિટામીન C (vitamin C) : ઈમ્યુન સીસ્ટમ (immune System) માં વધારો. 20% વિટામીન B-6 (vitamin B-6) ભોજન ને શક્તિ (Energy) માં ફેરવે છે.

કેળા ની છાલ તમે ઘરમાં રોપેલા ગુલાબ નાં કુંડા માટે ખુબ સારું ખાતર પણ છે. એટલે ફેંક્યા કરતા કોઈકવાર ગુલાબ નાં છોડ માં દાટી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *