માત્ર સ્ત્રીઓ માટે જ નહીં પુરુષોની ત્વચા સંબંધિત સમસ્યા માટે પણ વરદાન સમાન છે કેળાના છાલના ઉપયોગો..
કેળાની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ જેવા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે. તેને બ્યુટી નિખારવા માટે યૂઝ કરવામાં આવે છે. કેળાની છાલમાંનું એન્જાઇમ અનેક ચીજોને સાફ કરવામાં પણ વપરાય છે. તો જાણી લો કેળાની છાલના 9 યૂઝ.
ડાર્ક સર્કલ થશે દૂર :
તેની છાલને આંખોની નીચે ઘસવાથી ડાર્ક સર્કલ્સ દૂર થાય છે.
પીળાશ થશે દૂર:
કેળાની છાલને દાંત પર ઘસવાથી તેની પીળાશ દૂર થાય છે. તેને રોજ યૂઝ કરવાથી દાંતમાં ચમક આવે છે.
ચમકશે જૂતાં :
કેળાની છાલને જૂતાં પર ઘસવાથી તેની ચમક વધે છે.
પિંપલ્સ થશે દૂર :
તેને રોજ પિંપલ્સ પર થોડું રબ કરવાથી પિંપલ્સ જલ્દી ઠીક થાય છે.
વધશે છોડનો ગ્રોથ :
કેળાની છાલને ખાતરની જેમ યૂઝ કરવાથી તેનો ગ્રોથ વધે છે.
દૂર થશે સ્ક્રેચ :
સીડી પર સ્ક્રેચ પડ્યા છે તો તેને કેળાની છાલથી સાફ કરો. તેનાથી સ્ક્રેચ દૂર થશે.
સફાઇ બનશે સરળ : ચાંદીની જ્વેલરી કે વાસણને સાફ કરવા તેની પર કેળાની છાલ ઘસો. તેનાથી તેની સફાઇ સરળ બને છે.
મીટ જલ્દી ચઢશે :
મીટને ચઢાવતી સમયે તેમાં થોડી વાર માટે કેળાની છાલ રાખો. પછી તેને હટાવી દો. મીટ જલ્દી ચઢી જશે.
ફાટેલી એડીઓ થશે ઠીક :
કેળાની છાલને એડી પર ઘસો અને પાંચ મિનિટ બાદ ધોઇ લો. તેનાથી ફાટેલી એડીઓ ઠીક થાય છે.