કસ્તુરી મેથી આપણા માટે છે ફાયદાકારક, જાણો કેવી રીતે ??

આપણે કેટલાય મસાલાનો પોતાની ડેલી લાઇફમાં ઉપયોગ કરતા હોઇએ છીએ પરંતુ તેના ફાયદાઓથી અજાણ રહીએ છીએ. એવી જ એક વસ્તુ છે કસ્તુરી મેથી. કસ્તુરી મેથી સ્વાદમાં થોડીક કડવી હોય છે પરંતુ તેનો ઉપયોગ કરવાથી વાનગીનો સ્વાદ કેટલાય ઘણો વધી જાય છે.

આટલુ જ નહીં સ્વાદની સાથે સાથે આ સ્વાસ્થ્ય માટે પણ કેટલાય કિસ્સામાં ફાયદાકારક હોય છે. જો આપણે કસ્તુરી મેથીને પોતાના રેગ્યુલર ભોજનમાં સામેલ કરીએ તો આપણે કેટલીય બીમારીઓથી સુરક્ષિત રહી શકીએ છીએ. જાણો, કસ્તુરી મેથી આપણા માટે કેવી રીતે ફાયદાકારક છે.

પાચનતંત્રને મજબૂત બનાવે છે

જો તમને દસ્ત, ખરાબ પાચનશક્તિ અથવા તો કબજિયાત જેવી પેટની સમસ્યા રહે છે તો કસ્તુરી મેથીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમાં રહેલ ફાઇબર તમારા પાચનતંત્રને ઠીક કરે છે અને પેટને સાફ કરીને કબજિયાતથી પણ રાહત અપાવે છે. સંતુલિત પ્રમાણમાં ફાઇબર હોવાને કારણે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ પ્રક્રિયા પણ ઠીક રહે છે જેનાથી ભોજનને ડાઇજેસ્ટ કરવામાં સરળતા રહે છે.

હિમોગ્લોબીન વધે છે

એનીમિયાને અટકાવવા માટે મેથી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં આયર્નનું પ્રમાણ ભરપૂર હોય છે જેનાથી હિમોગ્લોબીનનું પ્રમાણ ઠીક રહે છે અને એનીમિયાની અસરને તે દૂર કરે છે. મહિલાઓએ તો પોતાના ડાયેટમાં તેને સામેલ કરવું જોઇએ.

વેટ કંટ્રોલ કરે છે

જો તમે પણ વધતા વજનથી પરેશાન છો તો તમારા માટે મેથી ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમે તમારા રોજિંદા ખોરાકમાં કસ્તુરી મેથીનો ઉપયોગ કરો. તેને બ્રેકફાસ્ટમાં સામેલ કરો. કસ્તુરી મેથીનું ખાલી પેટ સેવન કરવું વધારે યોગ્ય રહેશે.

બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે

કસ્તુરી મેથી ખાવાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. એવામાં જો લોકો ડાયાબિટીસથી લડી રહ્યા છે તેમણે તો કસ્તુરી મેથીનું સેવન કરવું જ જોઇએ. તેમાં રહેલ હાઇપોગ્લાઇસેમિક ગુણ બ્લડમાં શુગરના પ્રમાણને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેના માટે રાત્રે 10 ગ્રામ મેથીને 40 મિલી પાણીમાં નાંખીને રહેવા દો. તેને સવારે ખાલી પેટ પી લો. આ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

બ્રેસ્ટ ફીડિંગમાં ફાયદાકારક

ડિલીવરી બાદ કસ્તુરી મેથીની ચા ઘણી ફાયદાકારક હોય છે. કસ્તુરી મેથીમાં રહેલ ગૈલેક્ટગૉગ માતાના દૂધમાં વધારો કરે છે. આ ટિપ્સ અજમાવતા પહેલા ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *