બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાને તેની લવ લાઈફ વિશે શેર કરી કેટલીક ખાસ વાતો….

બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન આ દિવસોમાં બીજી પ્રેગ્નેંસી પછી વધેલા વજનને કારણે ચર્ચામાં છે. જોકે કરીના કપૂર હંમેશાં કોઈને કોઈ કારણસર હેડલાઇન્સમાં રહે છે.

આટલું જ નહીં, કરિના કપૂર ખાન તેની પ્રોફેશનલ લાઇફથી લઈને લવ લાઈફ સુધી અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. આજે અમે તમારી સાથે કરીના કપૂર ખાનની લવ લાઈફ વિશે કેટલીક ખાસ વાતો શેર કરવા જઈ રહ્યા છીએ.

જણાવી દઈએ કે એક સમય એવો હતો જ્યારે કરીના કપૂર અભિનેતા સૈફ અલી ખાનની પત્ની બનતા પહેલા શાહિદ કપૂર સાથે અફેરમાં હતી. જોકે બંનેનો વર્ષ 2006 માં ફિલ્મ ‘જબ વી મેટ’ પછી બ્રેકઅપ થઈ ગયો હતો.

આ ફિલ્મ બંને સ્ટાર્સની એક સાથે છેલ્લી ફિલ્મ હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરીના કપૂરે ખુલાસો કર્યો કે તે ફિલ્મ ‘જબ વી મેટ’ કરતા વધુ ફિલ્મ ‘ટશન’ માટે ઉત્સાહિત હતી. કારણ કે તેમને લાગતું હતુ આ ફિલ્મ તેના માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. જોકે આ ફિલ્મ સાથે ઉલટું થયું અને ‘ટશન’ સ્ક્રીન પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.

પરંતુ જબ વી મેટ ફિલ્મથી કરિનાને કારકિર્દીમાં જે સ્થાન મળ્યું, જેના માટે તેને આજે પણ યાદ કરવામાં આવે છે. ઇન્ટરવ્યૂમાં કરીનાએ કહ્યું હતું કે આ બંને ફિલ્મોના શૂટિંગ દરમિયાન તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. જ્યાં એક તરફ શાહિદ સાથે તેના સંબંધો તૂટી ગયો હતો, તો બીજી તરફ ફિલ્મ ‘ટશન’ ના શૂટિંગ દરમિયાન તેને પોતાની જિંદગીનો પ્રેમ સૈફ સાથે મળવાનો અહેસાસ થયો.

ઇન્ટરવ્યૂ દરમિયાન કરીના કપૂરે કહ્યું હતું કે, ફિલ્મ ‘ટશન’ એ મારી ફિલ્મી કારકીર્દિમાં કોઈ ફાળો આપ્યો નથી, પરંતુ પર્સનલ રીતે મારી લાઈફમાં ઘણું પરિવર્તન લાવ્યું છે. કારણ કે આ ફિલ્મે મને મારા સપનાના રાજકુમાર સૈફ સાથે પરિચય કરાવ્યો હતો, જેની સાથે મારા લગ્ન થયા.

તેણે જણાવ્યું કે, ‘જ્યારે હું સૈફને મળી ત્યારે મનમાં ટોટલ ફિલ્મી ફીલ થઈ રહ્યું હતું, બિલકુલ ‘મૈં હૂં ના’ ની સુષ્મિતા સેનની જેમ. જેમ જ્યારે તે આવે છે ત્યારે બેકગ્રાઉંડમાં રોમેંટિક સોંગ પ્લે થાય છે અને તેની સાડીનો પલ્લૂ ઉડે છે બિલકુલ તે જ રીતે.’

જબ વી મેટ ફિલ્મ વિશે વાત કરતી વખતે અભિનેત્રીએ કહ્યું કે તે શાહિદ જ હતો, જેના કારણે તેણે આ ફિલ્મ માટે હા પાડી હતી. શાહિદે તેને કહ્યું હતું કે જબ વી મેટમાં છોકરીનો ભાગ ખૂબ જ સારો છે અને તમારે તેને નિભાવવો જોઈએ. જોકે શાહિદ સાથેના બ્રેકઅપને કરીના કપૂર તેનું નસીબ માને છે.

જણાવી દઈએ કે સૈફ અલી ખાન સાથે કરીના કપૂરની પહેલી મુલાકાત ફિલ્મ ટશનના સેટ પર થઈ હતી. ભલે આ ફિલ્મમાં બંને એક બીજાની વિરુદ્ધ જોવા મળ્યા હતા પરંતુ ફિલ્મમાં બંનેની નિકટતા વધી ગઈ હતી.

પડદા પર ફિલ્મ ફ્લોપ તહી હતી પરંતુ રિયલ લાઈફમાં બંનેની જોડી હિટ થઈ ગઈ. ઘણાં વર્ષો સુધી એકબીજા સાથે ડેટ કર્યા પછી બંનેએ 2012 માં લગ્ન કર્યાં હતાં. આજે તે બંને બે બાળકોના માતા-પિતા બન્યા છે. નોંધપાત્ર વાત એ છે કે કરીના સૈફથી 12 વર્ષ નાની છે. સૈફની પહેલી પત્ની અમૃતા તેમના કરતા 12 વર્ષ મોટી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *