કોમેડી કિંગ કપિલ શર્મા પાસે છે આલિશાન વેનિટી વાન, તેની અંદરની સુંદર તસવીરો જોશો તો તમારી આંખો પહોળી થઇ જશે…

કપિલ શર્મા એક એવું નામ છે જેણે લાખો લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું છે. કોમેડી કિંગ તરીકે ઓળખાતા કપિલ શર્માની ફેન ફોલોવિંગ મોટા મોટા બોલિવૂડ સ્ટાર્સ કરતા પણ વધારે છે. માત્ર ફેન ફોલોવિંગ જ નહીં પરંતુ કપિલ શર્માની લાઈફસ્ટાઈલ પણ મોટા સેલિબ્રિટિઝ કરતા વધુ લક્ઝુરિયસ છે.

કપિલ શર્મા પાસે ઘણી લક્ઝરી કાર છે અને આ ઉપરાંત તેની પાસે વેનિટી વાન પણ છે. જેની કિંમત સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. શાહરૂખ ખાન જેવા મોટા સ્ટારની વેનિટી વાન કરતા પણ તેની કિંમત વધારે છે.

કપિલ શર્માએ જ્યારે તેની કારકિર્દીનું શિખર જોયું છે, ત્યારે તેણે ડાઉનફોલનો પણ સામનો કર્યો છે. તેમની ખાસિયત એ છે કે તે પોતાના લો ટાઈમમાં પણ મજબૂતી સાથે ઉભા રહ્યા અને પછી પૂરા જોશ અને તે સ્ટાઈલ સાથે કમબેક કર્યું.

કપિલ શર્માની સફર:

કપિલનો જન્મ 2 એપ્રિલ 1981 ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. કપિલ શર્મા માત્ર 23 વર્ષનો હતો, જ્યારે તેના પિતાનું કેન્સરથી મૃત્યુ થયું હતું.

કપિલના પિતા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા અને માતા એક સામાન્ય ગૃહિણી હતી. તે સમયે તેનું ઘર રણજિત એવન્યુ ઇ બ્લોક પંજાબમાં હતું. પિતાના અવસાન પછી કપિલ પર ઘર ચલાવવાની જવાબદારી આવી ગઈ હતી.

કપિલને તેના પિતાની જગ્યાએ નોકરીની ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ કપિલના સપનાં અલગ હતાં. તેથી જ તે મુંબઈ આવ્યા.

મુંબઈમાં તેણે કોમેડી શો લાફ્ટર ચેલેંજમાં ભાગ લીધો હતો અને 2007 માં તે તેના વિજેતા બન્યા હતા. અને અહિંથી તેનું જીવન બદલાઈ ગયું. આ તે સમય હતો જ્યારે તેની બહેનનાં લગ્ન થવાના હતા અને આ માટે કપિલ પાસે પૈસા ન હતા. શોના વિજેતા બન્યા પછી તેમણે જે રકમ મેળવી તેનાથી પોતાની બહેનના લગ્ન કર્યા.

આ રીતે બન્યા કપિલ કોમેડી કિંગ:

ત્યાર પછી તેણે સોની ચેનલના પ્રખ્યાત કોમેડી શો ‘કોમેડી સર્કસ’ માં આવ્યા. આ શો ઘણા વર્ષો સુધી ચાલ્યો હતો. કપિલ શર્માને આ શોથી ઘણી ખ્યાતિ મળી. છેવટે તેના વિજેતા પણ કપિલ શર્મા જ રહ્યા. ત્યાર પછી 2013 માં તેણે પોતાના બેનર હેઠળ ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ લોન્ચ કર્યું.

પહેલા આ શો કલર્સ ટીવી પર ટેલિકાસ્ટ થતો હતો અને હવે સોની ટીવી પર આ શો ખૂબ પ્રખ્યાત છે. આ રીતે જોત જોતામાં કપિલ શર્મા કપિલ થી કોમેડી કિંગ બની ગયા. જો કે તેની પ્રોફેશનલ લાઈફ તો જગ જાહેર છે. જો તેમની પર્સનલ લાઈફની વાત કરીએ તો કપિલ ત્યાં પણ હિટ છે.

કપિલ શર્માની લક્ઝરી કાર:

તેની પાસે મર્સિડીઝ બેન્ઝ એસ350 સીડીઆઈ છે જેની કિંમત આશરે 1.19 કરોડ રૂપિયા છે અને તેની પાસે વોલ્વો કાર પણ છે જેની કિંમત 1.25 કરોડ રૂપિયા છે. પંજાબના અમૃતસર સાથે સંબંધ ધરાવતા કપિલ પાસે મોંઘા ફ્લેટ, લક્ઝરી કાર તેમજ વેનિટી વાન પણ છે.

તેનો અંધેરી વેસ્ટમાં ફ્લેટ છે જેની કિંમત 15 કરોડ છે. આટલું જ નહીં, કપિલ પાસે પંજાબના અમૃતસરમાં એક બંગલો છે, જેની કિંમત લગભગ 25 કરોડ છે. કેટલાક અહેવાલો અનુસાર કપિલની વાર્ષિક આવક 30 કરોડ છે અને તેની કુલ સંપત્તિ 282 કરોડ રૂપિયા છે.

જો કોમેડી કિંગ કપિલ શર્માની વેનિટી વાન વિશે વાત કરો, તો તે ડીસી એટલે કે દિનેશ છાબરીયા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.

તે ખૂબ જ લક્ઝરી વાન છે જેમાં લાઇટિંગની સાથે રીક્લીનિંગ ખુરશીઓ અને સુંદર ઈંટીરિયર જેવા ફીચર છે. કપિલની વેનિટી વાનની કિંમત આશરે 5.5 કરોડ રૂપિયા છે, જે શાહરૂખની વાન કરતા વધારે મોંઘી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *