આ ઉપાય અજમાવશો તો તમને કદાચ સિંદૂરની શક્તિ નો આવશે ખ્યાલ….
હિન્દુ ધર્મમા પરિણીત સ્ત્રી માટે માંગમા સિંદૂર લગાવવુ અત્યંત આવશ્યક માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે, સિંદુર એ પરિણીત સ્ત્રીની ઓળખ છે. આપણા પૌરાણિક ગ્રંથ રામાયણમા પણ તેની સાથે જોડાયેલી એક ઘટના પણ છે, જેમા માતા સીતાએ પવનપુત્ર પ્રભુ શ્રી બજરંગબલીને સિંદૂરનુ વિશેષ મહત્વ જણાવ્યું છે. આજે આ લેખમા પણ આપણે તેના વિશેષ મહત્વ વિશે જ ચર્ચા કરીશુ, તો ચાલો જાણીએ.
આપણા જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમા સિંદૂરનુ અત્યંત વિશેષ મહત્વ સાથે અમુક એવા તથ્યો પણ સંકળાયેલા છે જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. આજે આ લેખમા અમે તમને સિંદૂર સાથે સંકળાયેલ અમુક એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ એકવાર આ ઉપાય અજમાવશો તો તમને કદાચ સિંદૂરની શક્તિ વિશે ખ્યાલ પડશે. તો જાણીલો આ ઉપાયો વિશે.
જો તમે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને નિયંત્રિત કરવા ઈચ્છતા હોવ તો ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર તેલમા થોડુ કુમકુમ ભેળવીને લગાવો. ૪૦ દિવસ સુધી નિરંતર આ ઉપાય અજમાવવાથી તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જા કાયમ માટે દૂર થઇ જશે. આ ઉપરાંત તમારા ઘરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ઘરના પ્રમુખ દ્વાર પર પ્રભુ શ્રી ગણેશની પ્રતિમા સ્થાપિત કરો અને તેના પર કુમકુમ લગાવો. આ ઉપાય અજમાવવાથી તમારા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહે છે.
આ સિવાય પરિણીત સ્ત્રીઓ તેમની માંગમા કુમકુમ લગાવે છે તો તેમના પતિની આવરદા વધી શકે. આ સિવાય કુમકુમનો ઉપયોગ દેવીની પૂજા માટે પણ થાય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આ સિવાય કુમકુમના અનેકવિધ ઉપયોગ છે જે તમારી ઈચ્છા પૂર્ણ કરી શકે છે.
પરિણીત સ્ત્રીના સોળ શૃંગારમા કુમકુમ એક વિશેષ વસ્તુ તરીકે ઓળખાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આપણા હિન્દુ ધર્મની સ્ત્રીઓ શા માટે સિંદૂર લગાવે છે? માંગમા લગાવેલા કુમકુમનુ એક વિશેષ મહત્વ હોય છે. આ એક એવી પરંપરા છે કે, જે સદીઓથી ચાલી આવી છે.
જો તમે રવિવારના રોજ ઘરના મુખ્ય દરવાજા પર સિંદૂરનુ તિલક લગાવો અને “ઓમ ભગવતી નમો” મંત્રનો અગિયાર વખત મંત્રોચ્ચાર કરો તો પતિ લાંબુ જીવન ઇચ્છે છે અને તેનાથી માતા લક્ષ્મી અને માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ઉપરાંત લોકો એવુ જણાવે છે કે, પરિણીત સ્ત્રીઓએ માંગને ક્યારેય પણ ખાલી ના રાખવી જોઇએ કારણકે, તે અશુભ ગણાય છે.
આપણે સૌ જાણીએ છીએ કે, અઠવાડિયાના દરેક દિવસનુ પોતાનુ એક વિશેષ મહત્વ છે. બુધવાર એ એક એવો દિવસ છે, જે હિંદુ ધર્મ મુજબ બુધ ભગવાનને સમર્પિત છે. બુધવારના રોજ પ્રભુ શ્રી ગણેશને સિંદૂર અર્પણ કરવુ અત્યંત શુભ અને સારુ માનવામા આવે છે. આ સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે, આમ કરવાથી પ્રભુ શ્રી ગણેશની કૃપાથી તમારી બધી જ મનોકામનાઓ કે ઇચ્છાઓ પૂર્ણ થાય છે