
બોલીવુડમાં જેનો સિક્કો બની જાય છે પછી તે પાછળ ફરીને નથી જોતા કે તે પહેલા શું હતા અને એમણે કેવી પરિસ્થિતિ નો સામનો કર્યો છે. ઇન્ડસ્ટ્રીઝમાં એવું કોઈ એકની સાથે નહિ પરતું પુરેપુરી લિસ્ટ છે જે ગોડફાધર વગર ઇન્ડસ્ટ્રીઝ માં આવ્યા અને આજે પરદા પર રાજ કરે છે. જે અમે તમને બોલીવુડ ની ક્વીન કહેવાતી એક્ટ્રેસ કંગના રનૌત ની કરવા જઈ રહ્યા છીએ, જે એક મિડલ ક્લાસ પરિવાર માંથી આવી હતી, પરતું આજે મહારાણી ની જેમ જીંદગી જીવી રહી છે.
આબોલીવુડ ની ક્વીન, પહેલા ફિલ્મો માં કામ કરવાથી પિતાએ એની સાથે સબંધ પૂરો કરી નાખ્યો હતો અને આજે એની લાડકી છોકરી છે. તો ચાલો જાણી લઈએ એના વિશે અમુક બાબતો.
મહારાણીની જેમ જીંદગી જીવે છે બોલીવુડની ક્વીન :
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની વર્ષ ૨૦૧૯ ની શરૂઆત માં ફિલ્મ મણિકર્ણિકા આવી અને ફિલ્મ સુપરહિટ થઇ ગઈ. ફિલ્મ એ બોક્સ ઓફીસ પર ખુબ જ કમાણી કરી અને આ એક્ટ્રેસનો સિક્કો ઇન્ડસ્ટ્રીઝ પર બરકરાર રહ્યો. છેલ્લા વર્ષે જ કંગનાએ બંગલો ખરીદ્યો અને ૨૦૧૮ ની દિવાળી પર એને ખુબ જ ખુબસુરતી સાથે સજાવ્યો હતો, જે ખુબ જ જોવા જેવો હતો. કંગના ના સપનાનું ઘર જે એમણે હિમાચલ પ્રદેશ માં એના શહેર મનાલી માં બનાવ્યું છે. કંગનાએ એમના ઘરનું નામ ‘કાર્તિકેય નિવાસ’ રાખ્યું છે.
એના એક ઈન્ટરવ્યું માં કંગનાએ જણાવ્યું હતું કે તે એના નવા ઘરમાં પોતાના પરિવાર ના લોકો સાથે બધા તહેવાર ખુબ જ ધૂમધામથી મનાવવા ઈચ્છે છે અને દિવાળીના સમયે જ એમણે એના ભાઈ ની ગર્લફ્રેન્ડ ને પણ ઓળખ કરાવી હતી.
તમને જણાવી દઈએ કે કંગના એ જુન ૨૦૧૬ માં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે એના શહેરમાં જ્યાં તે રહેતી હતી ત્યાં ૧૦ કરોડની જમીન ખરીદી ચુકી છે અને એક બંગલો બનાવશે અને કંગના ના બંગલા ને બનવામાં લગભગ 4 વર્ષ લાગ્યા હતા. ૨૦૧૮ ની દિવાળી માં એનો પૂરો પરિવાર શિફ્ટ થયો અને હવે તે ડાર્ક ખાસ મોકા પર એના ઘરે જાય છે. કંગનાએ સોશિયલ મીડિયા પર ફોટો શેયર કરી હતી, જે જોવામાં ખુબ જ ખુબસુરત છે.
મુંબઈમાં પણ છે ફ્લેટ
વર્ષ ૨૦૦૬ માં ફિલ્મ ગૈંગસ્ટર થી કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ ની પાસે પોતાનું ઘર ન અહ્તું. એમણે ઘણા વર્ષ સ્ટ્રગલ કર્યું ત્યારે જઈને કામયાબી મળી. વર્ષ ૨૦૦૩ માં કંગના એક્ટ્રેસ બનવાની ઈચ્છા લઈને એના પિતાને જણાવ્યા વગર મુંબઈ આવી હતી અને તે સમયે પિતાએ એની સાથે નો સબંધ તોડી નાખ્યો હતો. પરતું કંગનાએ હાર ના માની અને આજે એના પિતા એને સૌથી વધારે પ્રેમ કરે છે.
જણાવી દઈએ કે કંગના ની એક મોટી બહેન અને એક નાનો ભાઈ છે. કંગનાએ બોલીવુડમાં ફેશન, તનુ વેડ્સ મનુ, રાજ ધ મિસ્ટ્રી, તનુ વેડ્સ મનુ રીટર્નસ, ક્વીન, કૃષ, સીમરન અને મણિકર્ણિકા જેવી સફળ ફિલ્મો માં કામ કર્યું છે. અત્યારે મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રામાં કંગના ને એનો ફ્લેટ છે.